શોધખોળ કરો

5,500 પરમાણુ બોમ્બ! 44.4 ટન પ્લુટોનિયમનો ભંડાર, ચીનના પાડોશી દેશની પરમાણુ શક્તિથી જિનપિંગના શ્વાસ અધ્ધર થયા?

5,500 પરમાણુ બોમ્બ બનાવી શકાય તેટલો પ્લુટોનિયમનો જથ્થો હોવાનો દાવો; રશિયા અને અમેરિકાને પણ પાછળ છોડી દેશે જાપાન!

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચીનનો દાવો: જાપાન પાસે 44.4 ટન પ્લુટોનિયમનો ભંડાર.
  • જાપાન 5,500 પરમાણુ બોમ્બ બનાવી શકે છે.
  • જાપાને સંરક્ષણ બજેટમાં 18 ગણો વધારો કર્યો.
  • જાપાન NPT હેઠળ પરમાણુ શસ્ત્રોથી દૂર રહેશે.

દુનિયામાં જ્યારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ચીની મીડિયાએ એક ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. ચીનના સત્તાવાર લશ્કરી અખબાર 'PLA ડેઈલી'ના અહેવાલ મુજબ, એશિયાનો વિકસિત દેશ જાપાન અત્યારે રશિયા અને અમેરિકા કરતા પણ મોટી પરમાણુ શક્તિ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ચીની મીડિયાનો આરોપ છે કે જાપાન પાસે પ્લુટોનિયમનો એટલો મોટો ભંડાર છે કે તે ધારશે તો બહુ ઓછા સમયમાં વિશ્વની સૌથી મોટી ન્યુક્લિયર તાકાત બની જશે. આ વાતને લઈને પાડોશી દેશ ચીન અને તેના રાષ્ટ્રપતિ શી જિનપિંગમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

44.4 ટન પ્લુટોનિયમનો ખતરનાક ભંડાર

ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, જાપાન પાસે હાલમાં 44.4 ટન પ્લુટોનિયમનો વિશાળ જથ્થો ઉપલબ્ધ છે. આ પ્લુટોનિયમ માત્ર જાપાનમાં જ નહીં, પરંતુ ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોમાં પણ સંગ્રહિત છે. આંકડાકીય વિગતો મુજબ, 8.6 ટન પ્લુટોનિયમ જાપાનની અંદર છે, જ્યારે 35.8 ટન વિદેશમાં છે (જેમાં 21.7 ટન બ્રિટન અને 14.1 ટન ફ્રાન્સમાં રાખવામાં આવ્યું છે). જાપાનના ન્યુક્લિયર પ્લાન્ટમાંથી નીકળતા કચરાને રિપ્રોસેસિંગ કરીને આ પ્લુટોનિયમ મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ લશ્કરી હેતુ માટે થઈ શકે છે.

અમેરિકા અને રશિયા કરતા પણ વધુ તાકાતવર બનશે!

અહેવાલમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, જાપાન આ 44.4 ટન પ્લુટોનિયમની મદદથી અંદાજે 5,500 પરમાણુ બોમ્બ બનાવી શકે છે. જો આવું થાય, તો જાપાનની તાકાત રશિયા કરતા પણ વધી જશે, જે હાલમાં 5,400 પરમાણુ હથિયારો સાથે વિશ્વમાં પ્રથમ નંબરે છે. જાપાન અત્યાર સુધી શાંતિવાદી નીતિઓ પાછળ પોતાની સંરક્ષણ ક્ષમતા છુપાવતું આવ્યું છે, પરંતુ હવે તે 'રેડ લાઇન' પાર કરી રહ્યું હોવાનું ચીની મીડિયાનું કહેવું છે.

સંરક્ષણ બજેટમાં 18 ગણો વધારો

જાપાન પોતાની ટેક્નોલોજી અને સંરક્ષણ ઉદ્યોગનો પણ ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે, જાપાને 2025માં તેના ટેક્નોલોજી ટ્રાન્ઝિશન રિસર્ચ પ્રોગ્રામ માટે 109.6 મિલિયન ડોલર ફાળવ્યા છે, જે વર્ષ 2022ની સરખામણીએ 18 ગણો વધારે છે. ચીનનો આરોપ છે કે જાપાન નાગરિક ટેક્નોલોજીના નામે હકીકતમાં પોતાના સૈન્ય ઉદ્યોગને મજબૂત કરી રહ્યું છે.

પરમાણુ વિરોધી સિદ્ધાંતો અને NPTનું શું?

જાપાન 1967થી પોતાના ત્રણ પરમાણુ વિરોધી સિદ્ધાંતોને વળગી રહ્યું છે: (1) પરમાણુ શસ્ત્રો રાખવા નહીં, (2) ઉત્પાદન કરવું નહીં અને (3) પોતાની ધરતી પર લાવવા દેવા નહીં. જોકે, ચીની સેનાનું માનવું છે કે જાપાન આ પ્રતિબંધો ગમે ત્યારે હટાવી શકે છે. નોંધનીય છે કે જાપાન અને ઈરાન બંને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) ના સભ્યો છે, જે તેમને પરમાણુ શસ્ત્રો રાખતા રોકે છે. હવે જોવાનું એ રહેશે કે આ આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે જાપાનની આ 'ગુપ્ત મહત્વાકાંક્ષા' આવનારા સમયમાં એશિયાનું રાજકારણ કેવું વળાંક લે છે.

Frequently Asked Questions

જાપાન પાસે કેટલું પ્લુટોનિયમ છે?

જાપાન પાસે હાલમાં 44.4 ટન પ્લુટોનિયમ છે. આમાંથી 8.6 ટન જાપાનમાં છે અને 35.8 ટન વિદેશમાં સંગ્રહિત છે.

જાપાન કેટલા પરમાણુ બોમ્બ બનાવી શકે છે?

જાપાન પાસે રહેલા 44.4 ટન પ્લુટોનિયમમાંથી અંદાજે 5,500 પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.

જાપાનના સંરક્ષણ બજેટમાં કેટલો વધારો થયો છે?

જાપાનના સંરક્ષણ બજેટમાં 18 ગણો વધારો થયો છે. 2025માં ટેક્નોલોજી ટ્રાન્ઝિશન રિસર્ચ પ્રોગ્રામ માટે 109.6 મિલિયન ડોલર ફાળવ્યા છે.

જાપાનના ત્રણ પરમાણુ વિરોધી સિદ્ધાંતો કયા છે?

જાપાનના ત્રણ પરમાણુ વિરોધી સિદ્ધાંતો છે: પરમાણુ શસ્ત્રો રાખવા નહીં, ઉત્પાદન કરવું નહીં અને પોતાની ધરતી પર લાવવા દેવા નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget