શોધખોળ કરો

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મધ્ય અને પૂર્વી ઝેજિયાંગમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 250 થી 500 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચીનના પૂર્વી કિનારે ડોલ્ફિન ટાયફૂન ત્રાટક્યું, રેડ એલર્ટ.
  • લાખો લોકોનું સ્થળાંતર કરાયું, 1,400 ફ્લાઇટ્સ રદ થઈ.
  • જાપાન-તાઇવાનમાં અસર કરી ચીનમાં ભારે વરસાદની આગાહી.

રવિવારે ચીનના ગીચ વસ્તીવાળા પૂર્વી કિનારા પર શક્તિશાળી ટાયફૂન ડોલ્ફિન ત્રાટક્યું હતું અને પવન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. તોફાનના ભયને કારણે 10 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા હતા અને 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ચીનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ટાયફૂન ડોલ્ફિન રવિવારે સાંજે 5:30 વાગ્યે ઝેજિયાંગ પ્રાંતના યુહુઆન શહેર નજીક દરિયાકાંઠે ત્રાટક્યું હતું. વાવાઝોડાના કેન્દ્રની નજીક પવન લેન્ડફોલ સમયે 150 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાયો હતો.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મધ્ય અને પૂર્વી ઝેજિયાંગમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 250 થી 500 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડાના કારણે ફક્ત વેન્ઝોઉ શહેરમાંથી લગભગ 900,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. 1,000 થી વધુ ઇમરજન્સી આશ્રયસ્થાનો ખોલવામાં આવ્યા હતા.

વાવાઝોડાને કારણે હવાઈ ટ્રાફિક પર પણ અસર પડી હતી. શાંઘાઈના બે મુખ્ય એરપોર્ટથી આવતી અને જતી લગભગ 1,400 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ઝેજિયાંગના હાંગઝોઉ એરપોર્ટ પર લગભગ 270 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મુસાફરોની સલામતી માટે ઘણા વિસ્તારોમાં ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી. વાવાઝોડાના ભયને કારણે ઝેજિયાંગ અને ફુજિયાનમાં 200 થી વધુ ફેરી રૂટ બંધ કરવામાં આવ્યા હતા. દરિયામાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પણ અટકાવી દેવામાં આવ્યા હતા. સલામતી માટે સેંકડો બાંધકામ જહાજોને બંદર પર પાછા બોલાવવામાં આવ્યા હતા. ફુજિયાનમાં લગભગ 99,000 લોકોને સંવેદનશીલ વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે રવિવારે સવારે ટાયફૂન ડોલ્ફિન માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ચીનમાં વાવાઝોડા માટે આ સૌથી ગંભીર ચેતવણી સ્તર છે. હવામાન વિભાગે ઝેજિયાંગના ઘણા ભાગોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. શાંઘાઈ, ફુજિયાન, અનહુઈ અને જિઆંગસુમાં પણ સોમવાર બપોર સુધી ભારે વરસાદ પડી શકે છે. 

ચીન પહોંચતા પહેલા ટાયફૂન ડોલ્ફિન જાપાનના ઓકિનાવા શહેરમાં ભારે વરસાદ અને ભારે પવન લઈને આવ્યું હતું. સરકારના જણાવ્યા અનુસાર, ત્યાં સાત લોકો ઘાયલ થયા હતા, જેમાં 100 વર્ષથી વધુ ઉંમરના એક વૃદ્ધ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. રવિવાર બપોર સુધીમાં ઓકિનાવામાં 5,290 ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.  તાઇવાનમાં ડઝનબંધ ફેરી સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, અને 180 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

ટાયફૂન ડોલ્ફિનની અસરો હોંગકોંગ સુધી અનુભવાઈ હતી.  જેના કારણે તાપમાન 36.9 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે તોફાન આગળ વધતા મંગળવાર સુધી અત્યંત ગરમ હવામાન ચાલુ રહી શકે છે.

ટાયફૂન ડોલ્ફિન ચીનમાં એવા સમયે ત્રાટક્યું છે જ્યારે લગભગ બે સપ્તાહ અગાઉ ટાયફૂન નૌલે દક્ષિણ ગ્વાંગડોંગ પ્રાંતમાં ભારે તબાહી મચાવી હતી. તોફાન નૌલ તે સમયે ચીનમાં વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગણવામાં આવ્યું હતું. ચીન પહોંચતા પહેલા આ વાવાઝોડાએ ફિલિપાઇન્સમાં પણ વિનાશ વેર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘરોને નુકસાન થયું હતું.

Frequently Asked Questions

ટાયફૂન ડોલ્ફિન ચીનમાં ક્યાં ત્રાટક્યું?

ટાયફૂન ડોલ્ફિન રવિવારે ચીનના ઝેજિયાંગ પ્રાંતના યુહુઆન શહેર નજીક દરિયાકાંઠે ત્રાટક્યું હતું. તે ચીનના ગીચ વસ્તીવાળા પૂર્વી કિનારા પર આવ્યું હતું.

ટાયફૂન ડોલ્ફિનને કારણે કેટલા લોકોને સ્થળાંતર કરાયા અને કેટલી ફ્લાઇટ્સ રદ થઈ?

તોફાનના ભયને કારણે 10 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 1,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં શાંઘાઈ અને હાંગઝોઉના એરપોર્ટની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

ટાયફૂન ડોલ્ફિનને કારણે ચીનમાં કઈ ચેતવણી જાહેર કરવામાં આવી હતી?

ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે ટાયફૂન ડોલ્ફિન માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ચીનમાં વાવાઝોડા માટે આ સૌથી ગંભીર ચેતવણી સ્તર છે.

ચીન પહોંચતા પહેલા ટાયફૂન ડોલ્ફિન કયા દેશોમાં ત્રાટક્યું હતું?

ચીન પહોંચતા પહેલા ટાયફૂન ડોલ્ફિન જાપાનના ઓકિનાવા શહેરમાં ભારે વરસાદ અને પવન લઈને આવ્યું હતું. તેણે તાઇવાનમાં પણ ડઝનબંધ ફેરી સેવાઓ અને 180 થી વધુ ફ્લાઇટ્સ રદ કરાવી હતી.

Advertisement

ટોપ સ્ટોરી

10 મી વખત ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 40 રને હરાવ્યું
10 મી વખત ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 40 રને હરાવ્યું
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
8th Pay Commission પર મોટી માંગ, 3.83 ફિટમેન્ટ ફેક્ટર મળે તો પગાર થશે 69 હજારને પાર 
8th Pay Commission પર મોટી માંગ, 3.83 ફિટમેન્ટ ફેક્ટર મળે તો પગાર થશે 69 હજારને પાર 
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડેપોમાં દારૂ, એસ.ટી. અમારી-જવાબદારી તમારી
Hun To Bolish | હું તો બોલીશ | મલાઈ બિલ્ડરની, મોત મજૂરની
Hun To Bolish | હું તો બોલીશ | લૂંટની એપ
માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
10 મી વખત ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 40 રને હરાવ્યું
10 મી વખત ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 40 રને હરાવ્યું
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
8th Pay Commission પર મોટી માંગ, 3.83 ફિટમેન્ટ ફેક્ટર મળે તો પગાર થશે 69 હજારને પાર 
8th Pay Commission પર મોટી માંગ, 3.83 ફિટમેન્ટ ફેક્ટર મળે તો પગાર થશે 69 હજારને પાર 
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
લખનઉથી દમામ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
લખનઉથી દમામ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
28KM માઈલેજ, 360-ડિગ્રી કેમેરા, કિંમત 10.5 લાખથી શરુ, 4 સૌથી દમદાર હાઈબ્રિડ કાર 
28KM માઈલેજ, 360-ડિગ્રી કેમેરા, કિંમત 10.5 લાખથી શરુ, 4 સૌથી દમદાર હાઈબ્રિડ કાર 
Embed widget