શોધખોળ કરો
જિનપિંગે ટ્રંપને કર્યો ફોન, કહ્યું- ‘સારા સંબંધો માટે સહયોગ જ એકમાત્ર રસ્તો’

નવી દિલ્લી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આજે અમેરિકાના નવવિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટેલીફોન કરીને કહ્યું છે કે અમેરિકા અને ચીનની વચ્ચે આપસી સંબંધોને ટકાવી રાખવા માટે બન્ને દેશોની વચ્ચે સહયોગ જ એકમાત્ર રસ્તો છે. આ ખબર ચીની મીડિયાએ આપી છે. ટ્રંપે પોતાના ચૂંટણી પ્રચાર સમયે ચીનની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને અહીંથી આયાત થનાર વસ્તુઓ પર 45 ટકા દર લગાવવાની ચેતવણી આપી છે. તેમના આવવાથી બન્ને દેશોના સંબોધોને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ પૈદા થઈ ગઈ હતી. શી જિનપિંગે ટ્રંપને ટેલીફોન કરીને કહ્યું કે બન્ને દેશોના સંબંધોને જાળવી રાખવા માટે આપસી સહયોગ એકમાત્ર રસ્તો છે. આર્થિક વિકાસ અને અંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે બન્ને દેશોના સંબંધો સારા હોવા એકમાત્ર રસ્તો છે. જેનાથી બન્ને દેશોની જનતાને લાભ થશે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















