શોધખોળ કરો
Advertisement
અમેરિકા સાથે ટ્રેડ વોરને કારણે ચીનને નુકસાન, 30 વર્ષમા સૌથી ધીમી ઝડપે વધી GDP
30 વર્ષમાં પ્રથમવાર ચીનનો જીડીપી ફક્ત 6.1 ટકાની ઝડપે વધ્યો છે.
નવી દિલ્હીઃ અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલતા ટ્રેડ વોરને કારણે ચીનને ખૂબ નુકસાન થયું છે. ચીનમાં કન્ઝ્યૂમર ડિમાન્ડ ખૂબ ઓછી થઇ ગઇ છે જેના કારણે 2019માં જીડીપી વધવાની ઝડપ ત્રણ દાયકામાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ગઇ છે. 30 વર્ષમાં પ્રથમવાર ચીનનો જીડીપી ફક્ત 6.1 ટકાની ઝડપે વધ્યો છે.
શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2019માં જીડીપીનો દર 2018ના 6.6 ટકાથી નીચે આવી ગયો હતો. જે અગાઉથી જ 1990 બાદ ન્યૂનતમ સ્તર પર હતો. ડિસેમ્બર મહિનામાં ખત્મ થયેલા ત્રિમાસિક ગાળામાં ગ્રોથની ઝડપ 6 ટકા રહી હતી. સપ્ટેમ્બર મહિનામાં ચીની અર્થવ્યવસ્થા વધવાની ઝડપ પણ આ જ નોંધાઇ હતી.
ચીનના ટ્રેડ સરપ્લસ અને ટેકનોલોજી સાથે જોડાયેલા હિતોના કારણે ચીન અને અમેરિકા વચ્ચે લડાઇમાં અમેરિકાએ ટૈરિફ વધારી દીધો હતો જેના કારણે ચીનના નિકાસકારોને અસર થઇ હતી. 2019 માટે વિકાસ દર ચીનની સતાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સતાવાર ટાર્ગેટ રેન્જમાં છે. જીડીપી ટાર્ગેટ 6-6.5 રાખવામાં આવ્યો હતો જે ડિસેમ્બરમાં ખત્મ થયેલા ત્રિમાસિક ગાળામાં 6 ટકા નોઁધાયો હતો. વર્ષ 2019માં ગ્રાહક ખર્ચ, રોકાણ અને ફેક્ટરી આઉટપુટ નબળા રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion