શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ મોત
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ કોરોનાનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ લોકોના મોત થયા છે.
વોશિંગટન: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. વિશ્વભરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દુનિયાભરમાં 16 લાખ 50 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ છે. આ વાયરસના કારણે મૃતકોની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં 102,693 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ કોરોનાનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લાખથી વધુ લોકો સંક્રમિત છે. ન્યૂયોર્કમાં 172,358 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે જેમાંથી 7,844 લોકોના મોત થયા છે.
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં અમેરિકાના ફંડિંગને લઈને આગામી સપ્તાહમાં જાહેરાત કરાશે.આ પહેલા હાલમાં જ તેમણે ફંડિંગમાં કાપ મુકવાની વાત કરી હતી. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું, તમે જાણો છો કે અમે તેમને દર વર્ષ આશરે 50 કરોડ અમેરિકી ડોલર આપીએ છીએ. આપણે આ વિષય પર આગામી સપ્તાહે વાત કરશું.
કોરોના વાયરસ મહામારી ફેલાયા બાદ અમેરિકામાં માત્ર ત્રણ સપ્તાહમાં 1.68 કરોડ અમેરિકી નાગરિકોએ નોકરી ગુમાવી છે. જેનાથી નક્કી થાય છે કે આ મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને કઈ રીતે નુકશાન પહોંચાડ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement