શોધખોળ કરો

કોરોનાના વધતા કેસથી ચીન ફરી પરેશાન, 6 દિવસમાં બનાવી નવી હોસ્પિટલ

રશિયાથી વધુ સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓ દેશમાં આવ્યા છે. ઘણા લોકો સુઇફેન્હેથી ચીનમાં પ્રવેશ્યા છે

બેઇજિંગઃ થોડા દિવસ અગાઉ જ્યારે ચીને જાહેરાત કરી હતી કે તે હુબેઇ રાજ્ય અને વુહાન શહેરમાંથી લોકડાઉન ખોલી રહ્યું છે. ત્યારે એવું લાગતું હતું કે ચીને કોરોના પર કાબૂ મેળવી લીધો છે અને હવે લોકોની જિદગી સામાન્ય થઇ રહી છે. પરંતુ ચીનમાં એકવાર ફરી કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો વધ્યો છે. જેને જોતા ચીને ફરીથી એક નવી 13 માળની હોસ્પિટલ બનાવી છે. વાસ્તવમાં કોરોના વધતા કેસને ધ્યાનમાં રાખીને ચીને રશિયાની બોર્ડર પર 13 માળની ખાલી ઇમારતને હોસ્પિટલમાં ફેરવી દીધી છે. છ દિવસની અંદર હોસ્પિટલ બનીને તૈયાર થઇ ગઇ હતી. ચીનના સરકારી મીડિયા અનુસાર, રશિયાથી વધુ સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓ દેશમાં આવ્યા છે. ઘણા લોકો સુઇફેન્હેથી ચીનમાં પ્રવેશ્યા છે. જેમાં ચીની નાગરિક પણ સામેલ છે જે રશિયામાં બિઝનેસ કરે છે. અત્યાર સુધી સુઇફેન્હેમાં વિદેશથી કોરોનાના ઓછામા ઓછા 243 કેસ આવી ચૂક્યા છે. કુલ કેસની સંખ્યા 1000 થઇ ગઇ છે. જેમાં ઘણા લોકો એવા છે જેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. ચીનના સુઇફેન્હેમાં એક હોસ્પિટલ 580 બેડનની હશે. જેમાં કોઇ લક્ષણો વિનાના દર્દીઓને આઇસોલેટ કર્યા છે. આ અગાઉ બુધવારે 70 હજારથી વસ્તીવાળા સુઇફેન્હે શહેરમાં ચીને પુરી રીતે લોકડાઉનની જાહેરાત કરી છે. ચીને રશિયાના બોર્ડર પર સુઇફેન્હે શહેરમાં અસ્થાયી લેબ પણ બનાવી છે. આ લેબમાં દરરોજ 1000 ટેસ્ટ થઇ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

વિડિઓઝ

Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Embed widget