શોધખોળ કરો

શું ફરી આવશે કોરોના વાયરસની નવી લહેર ? હોંગકોંગ, સિંગાપુર અને થાઈલેન્ડમાં મચી ગયો હડકંપ

કોવિડ 19 ફરી એકવાર ચર્ચામાં છે. હોંગકોંગમાં છેલ્લા 10 અઠવાડિયામાં કોવિડના કેસ દર અઠવાડિયે 30 ગણાથી વધુ વધ્યા છે.

covid 19 cases : કોવિડ 19 ફરી એકવાર ચર્ચામાં છે. હોંગકોંગમાં છેલ્લા 10 અઠવાડિયામાં કોવિડના કેસ દર અઠવાડિયે 30 ગણાથી વધુ વધ્યા છે. પરંતુ આ ઉછાળો ફક્ત હોંગકોંગ પૂરતો મર્યાદિત નથી. સિંગાપોરમાં પણ એક અઠવાડિયામાં કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. ચીન અને થાઇલેન્ડમાંથી પણ કોવિડના કેસ વધવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

હોંગકોંગમાં 10 મે, 2025 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કુલ 1,042 કોવિડ કેસ નોંધાયા હતા. અગાઉના સપ્તાહમાં આ આંકડો 972  હતો. માર્ચની શરૂઆતમાં, દર અઠવાડિયે ફક્ત 33 કેસ હતા. તેનો અર્થ એ કે માર્ચથી કેસ સતત વધી રહ્યા છે.

સૌથી મોટી ચિંતા એ છે કે અહીં પોઝિટિવિટી રેટ સતત વધી રહ્યો છે. 1 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં પોઝિટિવિટી દર માત્ર 0.31% હતો. 5 એપ્રિલ સુધીમાં તે વધીને 5.09% થયો અને 10 મેના રોજ પૂરા થતા સપ્તાહમાં તે વધુ વધીને 13.66 % થયો.

હોંગકોંગ સરકારે લોકોને સ્પષ્ટપણે કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાને સુરક્ષિત રાખવા માટે વ્યક્તિગત અને આસપાસની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. જેથી આપણે પોતાને અને બીજાઓને કોવિડથી બચાવી શકીએ.

જો તમે બૂસ્ટર ડોઝ લીધો હોય તો પણ તમારે બીજી વેક્સિન લેવી પડે 

કોવિડના કેસોમાં વધારા પછી હોંગકોંગ સરકારે ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને ખાસ કરીને જેમને પહેલાથી જ કોઈ રોગ છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમને અગાઉના ડોઝ અથવા ચેપના ઓછામાં ઓછા 6 મહિના પછી કોવિડ રસીનો બીજો ડોઝ લેવાની સલાહ આપી છે. ભલે તેમણે પહેલા ડોઝ લીધા હોય.

એશિયાના અન્ય દેશોમાં પણ કોવિડના કેસ કેમ વધી રહ્યા છે ?

સિંગાપુરમાં કોવિડ કેસ 27 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 11,100 થી વધીને 3 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 14,200 થયા. તેનો અર્થ એ કે એક અઠવાડિયામાં લગભગ 30% નો ઉછાળો. એટલું જ નહીં, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ દરરોજ સરેરાશ 102 થી વધીને 133 થઈ ગઈ છે. આ આંકડા સિંગાપુર સરકારના છે.

સરકારનું કહેવું છે કે આ વધારો અનેક કારણોસર હોઈ શકે છે. જેમ કે લોકોમાં રસીથી પ્રેરિત રોગપ્રતિકારક શક્તિમાં ધીમે ધીમે ઘટાડો. સિંગાપોરમાં હાલમાં ફેલાતા સૌથી પ્રચલિત કોવિડ પ્રકારો LF.7 અને NB.1.8 છે. બંને JN.1 વેરિઅન્ટની આગામી પેઢી છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે JN.1 વેરિઅન્ટનો ઉપયોગ વર્તમાન કોવિડ રસી બનાવવા માટે કરવામાં આવ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન

વિડિઓઝ

Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
Embed widget