શોધખોળ કરો

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ

Donald Trump Speech Highlights:વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર કોંગ્રેસને સંબોધિત કરી હતી

Donald Trump Speech Highlights: વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર કોંગ્રેસને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમના બીજા કાર્યકાળ માટેની સમગ્ર યોજનાની ઝલક રજૂ કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નાગરિકો માટે અર્થતંત્ર, સુરક્ષા અને વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પોતાના બીજા કાર્યકાળની મુખ્ય પ્રાથમિકતાઓની રૂપરેખા આપતાં તેમણે કહ્યું કે તેમની સરકાર અમેરિકાની સુરક્ષા અને આર્થિક પ્રગતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે.

સ્થાનિક અને વિદેશી નીતિમાં પરિવર્તન

રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લા કેટલાક અઠવાડિયામાં લેવામાં આવેલા પગલાંઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં અર્થવ્યવસ્થામાં સુધારો, સ્વાસ્થ્ય સિસ્ટમમાં ફેરફાર અને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમના દ્વારા કરવામાં આવેલા સુધારાઓ માત્ર અમેરિકન નાગરિકોના જીવનધોરણમાં વધારો કરશે નહીં પરંતુ અમેરિકાની વૈશ્વિક નેતૃત્વની ભૂમિકાને પણ મજબૂત બનાવશે.

કોંગ્રેસને સંદેશ

ટ્રમ્પે કોંગ્રેસને તેમની નીતિઓને સમર્થન આપવા અને અમેરિકાને એક મજબૂત અને સમૃદ્ધ દેશ બનાવવામાં મદદ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, "આ સમય છે જ્યારે આપણે એક થઈને દેશના હિતમાં કામ કરવું જોઈએ અને આવનારી પેઢીઓ માટે વધુ સારું ભવિષ્ય સુનિશ્ચિત કરવું જોઈએ."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે “અમેરિકન સ્વપ્ન અજેય છે. તેમણે રિપબ્લિકન પાર્ટીની જીતની પ્રશંસા કરી અને તેને ઘણા દાયકાઓમાં ન જોવા મળેલો જનાદેશ ગણાવ્યો હતો.

કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે હવે અમેરિકામાં ફક્ત બે જ જાતિ રહેશે, પુરુષ અને સ્ત્રી. તેમણે મહિલાઓની રમતોમાં પુરુષોના ભાગ લેવા પર પ્રતિબંધની પણ જાહેરાત કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે તેમણે વાણી સ્વાતંત્ર્યને પ્રોત્સાહન આપ્યું અને અંગ્રેજીને અમેરિકાની એકમાત્ર સત્તાવાર ભાષા તરીકે જાહેર કરી હતી

ટ્રમ્પે જાહેરાત કરી કે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને હવે ગલ્ફ ઓફ અમેરિકા કરી દેવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજા એક મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરી: "તમામ એક નવો નિર્ણય લેતા સમયે અમે જૂના 100 નિર્ણયોને રદ્દ કરીશું.

ટ્રમ્પે બાઇડન સરકારની તે નીતિઓને રદ કરવાની વાત કરી, જે તેમના મતે દેશ માટે ફાયદાકારક ન હતી. તેમણે કહ્યું કે તેમની સરકારે 43 દિવસમાં તે કરી બતાવ્યું જે અગાઉનું વહીવટીતંત્ર ચાર વર્ષમાં કરી શક્યું ન હતું.

ટ્રમ્પે ગર્વથી કહ્યું અમેરિકા ઇઝ બેક, હવે અમેરિકાનો ગર્વ, જુસ્સો અને આત્મવિશ્વાસ પાછો ફર્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે DOGE એ આમાં ખૂબ સારું કામ કર્યું છે અને તેમની સરકારે ઘણી વાહિયાત નીતિઓ નાબૂદ કરી છે.

ટ્રમ્પના સંબોધન પછી ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રપતિન કાઉન્ટર કરવા માટે સીનેટર એલિસા સ્લોટકિનને નોમિનેટ કર્યા છે.

ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ 2 એપ્રિલથી ભારત અને ચીન સામે પારસ્પરિક ટેરિફ લાદશે. આ પહેલા અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા હતા. ટ્રમ્પે કહ્યું, "કેનેડા, મેક્સિકો, ભારત અને દક્ષિણ કોરિયા ઘણા બધા ટેરિફ લાદે છે. અમે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લગાવીશું. જે લોકો આપણા પર કર લાદે છે, અમે પણ તેમના પર તેટલો જ કર લાદીશું.

ટેરિફ વધારવાનો નિર્ણય ઊંઘો પડ્યો, ચીન-કેનેડા અને મેક્સિકોએ ભર્યુ આ મોટું પગલું, શું કરશે ટ્રમ્પ ?

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget