શોધખોળ કરો

પીએમ મોદીની પુતિન-જિનપિંગ સાથે મીટિંગ પછી નરમ પડ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, ‘ઝીરો ટેરિફ’ની ઓફર આપતા કહી આ વાત

અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતને સૌથી વધુ ટેરિફવાળો દેશ ગણાવ્યો; વડાપ્રધાન મોદી અને પીયૂષ ગોયલે દેશના હિતો સાથે કોઈ સમાધાન ન કરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો.

Donald Trump India tariff remarks: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વેપારને લઈને ભારત પર આકરા પ્રહારો કર્યા છે. એક રેડિયો શોમાં તેમણે આરોપ લગાવ્યો કે ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો ઊંચા ટેરિફ લાદીને અમેરિકાને 'મારી નાખી રહ્યા છે'. જોકે, આ આક્રમક વલણ છતાં તેમણે એ પણ દાવો કર્યો કે તેમની ટેરિફ નીતિને કારણે જ ભારતે તમામ ટેરિફ સમાપ્ત કરીને 'શૂન્ય ટેરિફ'ની ઓફર કરી હતી. આ વિવાદ વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે તેના સ્થાનિક હિતો, ખાસ કરીને ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન કરશે નહીં.

ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર સંબંધ હંમેશા ટેરિફ અને કરારને લઈને ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિવાદને ફરીથી વેગ આપ્યો છે. સ્કોટ જેનિંગ્સ રેડિયો શોમાં વાતચીત દરમિયાન, ટ્રમ્પે ભારતને 'વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતો દેશ' ગણાવ્યો. તેમણે કહ્યું કે ટેરિફ લાદવાથી જ વાટાઘાટોની શક્તિ મળે છે અને ભારતે તેમની નીતિઓ પછી જ 'શૂન્ય ટેરિફ'ની ઓફર કરી હતી.

રશિયા પાસેથી તેલ ખરીદવાનો વિવાદ

ટ્રમ્પ વહીવટીતંત્રના કાર્યકાળ દરમિયાન, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધ્યો હતો. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લાદ્યો હતો, જેને બાદમાં વધારીને 50% કરવામાં આવ્યો હતો. આ તણાવનું એક મુખ્ય કારણ ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવાનો નિર્ણય હતો. અમેરિકાના દબાણ છતાં, ભારતે સ્પષ્ટ કર્યું કે તેના નિર્ણયો દેશના બજારની સ્થિતિ અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.

ભારતનું મજબૂત વલણ

આ ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે અમેરિકા સાથેના મતભેદો ઉકેલવા માટેના પ્રયાસો ચાલુ છે અને આશા છે કે નવેમ્બર સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) શક્ય બનશે. આ સાથે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત સ્થાનિક પ્રાથમિકતાઓ સાથે કોઈ સમાધાન કરશે નહીં. તેમણે ભારક કહ્યું કે, "અમારા માટે, ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સૌથી મોટી પ્રાથમિકતા છે, અને ભારત તેમની સાથે ક્યારેય સમાધાન નહીં કરે."

હાર્લી-ડેવિડસનનું ઉદાહરણ

ટ્રમ્પે આ ચર્ચામાં ફરી એકવાર અમેરિકન મોટરસાયકલ બ્રાન્ડ હાર્લી-ડેવિડસનનો ઉદાહરણ આપ્યો. તેમણે દાવો કર્યો કે ભારતે આ બ્રાન્ડ પર 200% ડ્યુટી લાદી હતી, જેના કારણે કંપનીને સ્થાનિક સ્તરે પ્લાન્ટ સ્થાપવાની ફરજ પડી હતી. ટ્રમ્પનો તર્ક છે કે આવા ઊંચા ટેરિફ અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ કરતા અટકાવે છે. જોકે, અમેરિકામાં પણ ટ્રમ્પની ટેરિફ નીતિની ભારે ટીકા થઈ રહી છે. અર્થશાસ્ત્રીઓ અને કાયદાશાસ્ત્રીઓનું કહેવું છે કે આવા પગલાં આખરે અમેરિકન ગ્રાહકો અને ઉત્પાદકોને જ નુકસાન પહોંચાડે છે. ભૂત યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને તો ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રમ્પની નીતિઓએ પાકિસ્તાનને પ્રાધાન્ય આપીને ભારત સાથેના અમેરિકાના લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધોને નબળા પાડ્યા છે.

ટોપ સ્ટોરી

નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર

વિડિઓઝ

Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
Embed widget