શોધખોળ કરો

 ‘હાઉડી મોદી’ ઇવેન્ટમાં વડાપ્રધાન મોદી સાથે ડોનાલ્ડ ટ્રમ્પ રહેશે હાજર, વ્હાઇટ હાઉસે કર્યું કન્ફર્મ

મોદી અને ટ્રમ્પની જોડી પાડોશી દેશ પાકિસ્તાન માટે કોઇ ઝટકાથી ઓછી નથી

ન્યૂયોર્કઃ અમેરિકા હ્યુસ્ટન શહેરમાં 22 સપ્ટેમ્બરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઉડી મોદી રેલીને સંબોધિત કરી રહ્યા હશે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હશે. વ્હાઇટ હાઉસે રવિવારે મોડી રાત્રે આ વાતની પુષ્ટી કરી હતી. આ કાર્યક્રમ ઐતિહાસિક રહેશે કારણ કે ઇતિહાસમાં પ્રથમવાર જ્યારે ભારતીય સમુદાયના 50 હજારથી વધુ લોકો દુનિયાના બે સૌથી મોટા નેતાઓને એક સાથે સાંભળશે. મોદી અને ટ્રમ્પની જોડી પાડોશી દેશ પાકિસ્તાન માટે કોઇ ઝટકાથી ઓછી નથી. મોદીની મેગા રેલીમાં ટ્રમ્પની હાજરી પાછળ સ્થાનિક કારણ પણ છે. વાસ્તવમાં અમેરિકાના ચોથા સૌથી મોટા શહેર હોવાના કારણે હ્યુસ્ટન એનર્જી કેપિટલ પણ છે. 130 કરોડની વસ્તી ધરાવતો ભારત ઉર્જાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત પહેલેથી હ્યુસ્ટન પાસેથી મોટી માત્રામાં તેલ અને ગેસ ખરીદી રહ્યો છે. સાઉદીની તેલ કંપની પર ડ્રોન હુમલા બાદ જો ભારતની તેલ સપ્લાય પ્રભાવિત થશે તો હ્યુસ્ટનથી સપ્લાય વધારી શકે છે. ટેક્સાસમાં 2020માં ચૂંટણી છે. હ્યુસ્ટનમાં દોઢ લાખથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે. આ રાજ્ય 1976થી રિપબ્લિકનને સત્તા આપતું રહ્યુ છે પરંતુ ડેમોક્રેટ્સ પણ પડકાર આપી રહ્યા છે. એવામાં મોદી અને ટ્રમ્પની રેલી મહત્વપૂર્ણ રહેશે. મોદીના મેગા શોમાં લગભગ 60 સાંસદો રિપબ્લિકન અને ડેમોક્રેટ્સના પહોંચી રહ્યા છે. હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં યોજાનાર આ મેગા ઇવેન્ટમાં 50 હજારથી વધુ ભારતીય-અમેરિકન આવવાની સંભાવના છે. આ સંબંધમાં વ્હાઇટ હાઉસની મીડિયા સચિવ સ્ટેફિનીએ કહ્યું કે, મોદી અને ટ્રમ્પની આ જોઇન્ટ રેલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવાની મહત્વપૂર્ણ તક રહેશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે વડાપ્રધાન ઓફિસ તરફથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રમ્પ અને મોદીની કેમેસ્ટ્રી શાનદાર છે. અધિકારી જણાવે છે કે આમંત્રણ મળ્યા બાદ ટ્રમ્પે તરત જ હા  કરી દીધી હતી. બંન્ને વચ્ચે આ વર્ષની ત્રીજી બેઠક રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget