શોધખોળ કરો

અમેરિકા દુતાવાસ પર રોકેટ હુમલા બાદ ટ્રપની ઈરાનને ચેતવણી, કહ્યું-52 ઠેકાણા છે ટાર્ગેટ પર......

ટ્રંપે કહ્યું કે યુએસ આર્મીએ ઈરાનના 52 ઠેકાણાને ઓળખી લીધા છે, અને જો ઈરાન કોઈ અમેરિકન સંપત્તિ અથવા નાગરિક ઉપર હુમલો કરે છે તો તે ખૂબ જ ઝડપી અને ખૂબ વિનાશક હુમલો કરશે.

નવી દિલ્હી: ઈરાનના બગદાદમાં અમેરિકી દુતાવાસ અને અમેરિકી સૈન્યના ઠેકાણા પર ગઈકાલે રાતે બે રોકેટ હુમલા થયા હતા. આ હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. આ હુમલા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી ચેતવણી આપી દીધી છે. ટ્રંપે કહ્યું કે યુએસ આર્મીએ ઈરાનના 52 ઠેકાણાને ઓળખી લીધા છે, અને જો ઈરાન કોઈ અમેરિકન સંપત્તિ અથવા નાગરિક ઉપર હુમલો કરે છે તો તે ખૂબ જ ઝડપી અને ખૂબ વિનાશક હુમલો કરશે. અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાની સેનાના ટૉપ કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. જેના બાદ ઈરાને બદલો લેવાની વાત કરી હતી. આ હુમલાને સુલેમાનીના મોતનો બદલો માનવામાં આવી રહ્યું છે. આ હુમલા સાથે એમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યાં છે. ફ્લોરિડામાં રજાઓ વીતાવી રહેલા ટ્રમ્પે ધમકી ભર્યો સંદેશ ઈરાન સહિત દુનિયાને આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અમેરિકી ઠેકાણા પર બદલામાં હુમલાની વાત કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું, કાસિમ સુલેમાનીને મારીને અમેરિકાએ આતંકી નેતાથી દુનિયાને મુક્તિ અપાવી છે જે અમેરિકા સહિત અનેક લોકોને મારી ચૂક્યો હતો. તેમાં અનેક ઈરાની પણ સામેલ હતા. ટ્રમ્પે કહ્યું કે “હું ઈરાનને ચેતવણી આપું છું કે, જો ઈરાને કોઈ પણ અમેરિકી કે અમેરિકી સંપત્તિ પર હુમલો કર્યો તો અમે 52 ઈરાની ઠેકાણાની ઓળખ કરી લીધી છે. તેમાં અનેક ખાસ જગ્યાઓ છે અને ઈરાનની સંસ્કૃતિ માટે મહત્વપૂર્ણ છે. જેને સરળતાથી નિશાન બનાવી શકાય છે. અમેરિકા કોઈ પ્રકારની ધમકી ઈચ્છતું નથી. ટ્રમ્પે આગળ લખ્યું કે, Iran WILL BE HIT VERY FAST AND VERY HARD.” ઈરાનમાં અમેરિકી ઠેકાણા પર હુમલા બાદ અમેરિકા ઈરાનમાં સતત પોતાની સૈન્ય સંખ્યા વધારી રહ્યું છે. શનિવારે અમેરિકાના 650 સૈનિકો બગદાદ પહોંચ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, આગામી દિવસોમાં અમેરિકા ત્રણથી સાડા ત્રણ હજાર સૈનિકો ઈરાનમાં મોકલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget