શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રયાસોને ઝટકો, શિયાઓને નિશાન બનાવી કરવામાં આવેલા હુમલામાં 27નાં મોત
અમેરિકાએ અને તાલિબાન વચ્ચે થયેલા કરાર બાદ આ સૌથી મોટો હુમલો થયો છે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં શાંતિ માટે કરવામાં આવેલા પ્રયાસોને ઝટકો લાગ્યો છે. તાલિબાન સાથે અમેરિકાની શાંતિ ડીલ પર હસ્તાક્ષર કર્યાને હજુ એક સપ્તાહ પણ નથી થયું કે આજે કાબુલમાં મોટો હુમલો થયો હતો. કાબૂલના પશ્વિમ ભાગમાં એક રાજકીય રેલી દરમિયાન થયેલી ફાયરિંગમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે. અમેરિકાએ અને તાલિબાન વચ્ચે થયેલા કરાર બાદ આ સૌથી મોટો હુમલો થયો છે. સમારોહમાં અફઘાનિસ્તાનના મુખ્ય કાર્યકારી અબ્દુલ્લા અબ્દુલ્લા સહિત દેશના અનેક ટોચના નેતા સામેલ થયા હતા. જોકે, તેમને સુરક્ષિત અન્ય સ્થળે લઇ જવામાં આવ્યા હતા.
આ હુમલાએ કાબુલમા સુરક્ષાની ખામીઓને ઉજાગર કરી છે. આ ખૂબ ચિંતાની વાત છે કારણ કે 29 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી ડીલ અનુસાર 14 મહિનાની અંદર વિદેશી દળો દેશ છોડી દેશે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રહીમીએ કહ્યું કે, મૃતકોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે અને તે સિવાય 29 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. અફઘાન દળોએ હુમલાખોરો વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે. તાલિબાને હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે.
હુમલો હાજરા જાતિય સમુદાયથી આવનારા રાજનેતા અબ્દુલ અલી માજારીની સ્મૃતિમાં આયોજીત એક સમારોહ પર કરવામાં આવ્યો છે. આ સમુદાયના મોટાભાગના લોકો શિયા છે. ઇસ્લામિક સ્ટેટના એક જૂથે છેલ્લા વર્ષે આ સમારોહમાં હુમલાનો દાવો કર્યો હતો અને ત્યારે મોર્ટાર હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement