Elon Muskને ટ્વિટરે મોકલી લીગલ નોટિસ, શું ડીલ થઇ શકે છે રદ?
Elon Musk અને Twitter ડીલને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. હવે એલન મસ્કે દાવો કર્યો છે કે ટ્વિટરની લીગલ ટીમ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે
ન્યૂયોર્કઃ Elon Musk અને Twitter ડીલને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. હવે એલન મસ્કે દાવો કર્યો છે કે ટ્વિટરની લીગલ ટીમ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે. આ મામલો નકલી ટ્વિટર એકાઉન્ટ અને બોટ્સ સાથે જોડાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
To find out, my team will do a random sample of 100 followers of @twitter.
— Elon Musk (@elonmusk) May 14, 2022
I invite others to repeat the same process and see what they discover …
મસ્કે જણાવ્યું હતું કે તેમને નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ (NDA)નું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ આપવામાં આવી છે. અગાઉ મસ્કે કહ્યું હતું કે તે ટ્વિટરને ખરીદવાની 44 બિલિયન ડોલરની ડીલને અસ્થાયી રીતે હોલ્ડ કરી રહ્યા છે. એલન મસ્કે ટ્વિટર પર લખ્યું હતું કે ટ્વિટરની લીગલ ટીમે ફરિયાદ કરી છે કે તેમણે નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટનો ભંગ કર્યો છે. તેમણે બોટ ચેક સેમ્પલ સાઈઝને પબ્લિક કરી દીધું છે. ટ્વિટર ડીલને હોલ્ડ પર રાખ્યા બાદ એલન મસ્કે કહ્યું હતું કે તેમની ટીમ ટ્વિટર એકાઉન્ટના 100 ફોલોઅર્સનું રેન્ડમ સેમ્પલિંગ કરશે. સેમ્પલ સાઇઝ બતાવવાના કારણે નોટિસ એલન મસ્ક ટ્વિટર પર વર્તમાન બોટ્સ અથવા નકલી એકાઉન્ટ્સને લઇને ખૂબ ક્લિયર છે.
તેમણે કહ્યું હતું કે કોઈપણ સેન્સિબલ રેન્ડમ સેમ્પલિંગ પ્રક્રિયા સારી છે. તેમણે કહ્યું કે તેઓ સેમ્પલ સાઈઝ 100 રાખી રહ્યા છે કારણ કે ટ્વિટર આ સાઈઝમાંથી નકલી/સ્પામ/ડુપ્લિકેટ એકાઉન્ટની ગણતરી કરે છે. નોંધનીય છે કે મસ્કની ટ્વિટર ડીલની જાહેરાત બાદ તે સતત ચર્ચામાં છે. ટ્વિટર ખરીદ્યા બાદ ઘણા મોટા અધિકારીઓ ટ્વિટર છોડી દેશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જેમાં કંપનીના સીઇઓ પરાગ અગ્રવાલનું નામ પણ સામેલ છે.