શોધખોળ કરો

Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073ના કોકપીટ પર થયેલા હુમલા બાદ ગુજરાતી પાઈલટ કેપ્ટન સ્મિત મછારની તેમની બહાદુરી માટે પ્રશંસા કરવામાં આવી રહી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • છરીના હુમલાથી ઘાયલ કેપ્ટને કોકપીટનો દરવાજો ખોલ્યો.
  • મુસાફરોએ હુમલાખોર સહ-પાઈલટને કાબુમાં લીધો, દુર્ઘટના ટાળી.
  • બીજા પાઈલટે વિમાન તબૂકમાં સુરક્ષિત રીતે ઉતાર્યું.

ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073ના કોકપીટ પર થયેલા હુમલા બાદ ગુજરાતી પાઈલટ કેપ્ટન સ્મિત મછારની તેમની બહાદુરી માટે પ્રશંસા કરવામાં આવી રહી છે. ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહૂએ તેમને સાચા હીરો કહ્યા છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લાયદુબઈના પાઈલટને "હીરો" ગણાવ્યો છે. છરાથી ઘાયલ થયા હોવા છતાં કેપ્ટને હુમલાખોરનો સામનો કર્યો અને કોકપીટનો દરવાજો ખોલ્યો જેનાથી મુસાફરો અને ક્રૂ બહાર નીકળી શક્યા હતા. 170થી વધુ લોકો સાથેનું વિમાન સાઉદી અરેબિયાના તબૂકમાં સુરક્ષિત રીતે ઉતાર્યા હતા. ફ્લાયદુબઈએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઇઝરાયલની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે.

આ ઘટના બોઇંગ 737 મેક્સ 8 વિમાનમાં બની હતી. કોકપીટની અંદર કેપ્ટન અને સહ-પાઈલટ વચ્ચે હિંસક ઝઘડો થયો હતો. ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સહ-પાઈલટે કેપ્ટનને છરી મારી હતી, જેના પછી વિમાને અચાનક નીચુ આવ્યું હતું. ઇઝરાયલના એક અધિકારીએ સહ-પાઈલટને ઓમાની નાગરિક તરીકે ઓળખાવ્યો છે જેણે વિમાનનો નિયંત્રણ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, વિમાન 30 સેકન્ડથી ઓછા સમયમાં લગભગ 14,000 ફૂટ નીચે ઉતર્યું હતું.

મુસાફરો કેવી રીતે છટકી ગયા?

વિમાન નીચે ઉતરી રહ્યું હતું ત્યારે મુસાફરો કોકપીટમાંથી ચીસો સાંભળીને તેની તરફ દોડી ગયા. નેતન્યાહૂના જણાવ્યા મુજબ, વિમાન બેકાબૂ થઈ ગયું અને ઝડપથી નીચે ઉતરી રહ્યું હતું. પછી એક મુસાફર અને એક ક્રૂ મેમ્બર કોકપીટમાં પ્રવેશ્યા અને કો-પાઇલટને વિમાનની સિસ્ટમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરતા જોયો હતો. 

ઇઝરાયલ પરત ફર્યા પછી મુસાફર યાનિવે નેતન્યાહૂને ઘટનાની વાત કહી હતી. તેમણે કહ્યું કે ઘાયલ ગુજરાતી કેપ્ટન કોકપીટનો દરવાજો પડી જાય તે પહેલાં તે ખોલવામાં સફળ રહ્યો, જેનાથી મુસાફરો અંદર પ્રવેશ કરી શક્યા અને હુમલાખોર પર કાબૂ મેળવી શક્યા હતા. યાનિવે કહ્યું કે આરોપી વિમાનને તોડી પાડવા માટે નિયંત્રણો તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નેતન્યાહૂએ જણાવ્યું કે આ વ્યક્તિઓએ એક મોટી દુર્ઘટના અટકાવી હતી. ત્યાર બાદ બોર્ડ પરના અન્ય પાઈલટ્સે નિયંત્રણ મેળવ્યું, વિમાનને સ્થિર કર્યું અને તબૂકમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું.

નેતન્યાહૂ અને અન્ય લોકો તરફથી પ્રશંસા

નેતન્યાહૂએ ટ્વિટર પર લખ્યું કે તેઓ કેપ્ટનની અસાધારણ બહાદુરીને સલામ કરે છે. તેમણે કહ્યું કે ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં કેપ્ટન લડવાનું ચાલુ રાખ્યું, ઇઝરાયેલી નાગરિકો અને અન્ય દેશોના લોકો સહિત 174 લોકોના જીવ બચાવ્યા. તેમણે કેપ્ટનને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી. નેતન્યાહૂ સાથેની વાતચીતને યાદ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "પાઈલટ ખૂબ જ ખરાબ હાલતમાં હતો. મને લાગે છે કે તે હજુ પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે, પરંતુ તેણે શાણપણ બતાવ્યું. એક રીતે તે એક હીરો હતો." ટ્રમ્પના મતે પાઈલટે દરવાજો ખોલ્યો, પાછળ પડી ગયો, દરવાજો ખોલ્યો અને મદદ માટે બૂમો પાડી હતી. કો-પાઈલટ વિશે ટ્રમ્પે કહ્યું, "એવું લાગે છે કે કો-પાઈલટ કદાચ આતંકવાદી અથવા કોઈ પાગલ વ્યક્તિ હતો અને તેણે પાઈલટને છરી મારી હતી."

સ્મિત કોણ છે?

કેપ્ટન સ્મિત મછાર એક ગુજરાતી મૂળના પાઈલટ છે. જે જૂન 2022માં ફ્લાયદુબઈમાં ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે જોડાયા હતા. તેઓ હાલમાં દુબઈમાં રહે છે. ફ્લાયદુબઈમાં જોડાતા પહેલા સ્મિત મછાર સ્પાઇસજેટ માટે પાઇલટ તરીકે પણ કામ કરતા હતા. તેમણે સ્પાઇસજેટ સાથે 11 વર્ષથી વધુ સમય વિતાવ્યો, સિનિયર કમાન્ડર તરીકે અને પછી લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે સેવા આપી હતી. સ્મિત મછારની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમને 13 વર્ષથી વધુનો કોમર્શિયલ ઉડાણનો અનુભવ છે અને તેમણે સ્પાઇસજેટ સાથે 9500થી વધુ કલાકનો ઉડાણનો અનુભવ છે. જેમાંથી 6400થી વધુ કલાકો પાઇલટ-ઇન-કમાન્ડ તરીકે હતા. તેમને બોઇંગ 737 વિમાનનો 9750 કલાક ઉડાવવાનો અનુભવ છે. જેમાં B737-800 અને B737 MAX 8/9નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તેમણે લાઇન તાલીમ, પાઇલટ તપાસ અને માર્ગદર્શન પણ કર્યું. તેમની વ્યાવસાયિક પ્રોફાઇલમાં ક્રૂ રિસોર્સ મેનેજમેન્ટ, ફ્લાઇટ ધોરણો, પાલન અને બોઇંગ 737 કામગીરીમાં કુશળતાનો પણ સમાવેશ થાય છે.

ઇઝરાયલી અધિકારીઓએ કેપ્ટન સ્મિત વિશે શું કહ્યું?

વાયનેટના અહેવાલ મુજબ, ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે કોકપીટમાં હિંસક લડાઈ દરમિયાન છરાથી ઘાયલ થયા હોવા છતાં ગુજરાતી મૂળના પાઇલટ સ્મિત મછારે વિમાનનો નિયંત્રણ સંપૂર્ણપણે ઓમાની સહ-પાઈલટને સોંપ્યો ન હતો. કેપ્ટન સ્મિતે વિમાનને ક્રેશ થતું અટકાવ્યું અને બોર્ડમાં રહેલા અન્ય મુસાફરોની મદદથી ઓમાની સહ-પાઈલટને નિયંત્રિત કરીને તમામ મુસાફરોના જીવ બચાવ્યા હતા. 

Frequently Asked Questions

ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073 પર કઈ ઘટના બની હતી?

ફ્લાઇટ FZ1073ના કોકપીટમાં કો-પાઈલટે કેપ્ટન સ્મિત મછારને છરી મારી હુમલો કર્યો હતો. છરાથી ઘાયલ થયા હોવા છતાં, કેપ્ટને હુમલાખોરનો સામનો કરીને 170થી વધુ લોકોના જીવ બચાવ્યા.

ફ્લાઇટમાં પાઈલટ પર હુમલો કરનાર કોણ હતો?

ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર સહ-પાઈલટ ઓમાની નાગરિક હતો. તેણે વિમાનનો નિયંત્રણ કબજે કરવાનો અને વિમાનને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

મુસાફરોએ આ ઘટનામાં કેવી રીતે મદદ કરી?

વિમાન નીચે ઉતરતું હતું ત્યારે મુસાફરો કોકપીટમાંથી ચીસો સાંભળીને ત્યાં પહોંચ્યા. ઘાયલ કેપ્ટને દરવાજો ખોલ્યો, જેનાથી મુસાફરો અંદર પ્રવેશ કરી હુમલાખોર કો-પાઈલટને કાબૂમાં લઈ શક્યા.

Advertisement

ટોપ સ્ટોરી

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Embed widget