શોધખોળ કરો

'રોમમાં તમારુ સ્વાગત છે મારા મિત્ર', ઈટલી પહોંચતા જ વાયરલ થઈ મોદી-મેલોનીની નવી સેલ્ફી

PM Modi Italy Visit: ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદી સાથે એક નવી સેલ્ફી પોસ્ટ કરીને તેમનું સ્વાગત કર્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • PM મોદી ઈટલી પહોંચ્યા, PM મેલોનીએ સેલ્ફી સાથે સ્વાગત કર્યું.
  • ભારતીય ડાયસ્પોરાએ PM મોદીનું હોટલ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
  • મોદી રાષ્ટ્રપતિ મેટારેલાને મળશે, દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
  • ૨૦૨૯ સુધી વેપાર ૨૦ બિલિયન યુરો સુધી વધારવાનો લક્ષ્યાંક.
PM Modi Italy Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે તેમના પાંચ દેશોના યુરોપિયન પ્રવાસના છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કા માટે ઈટલી પહોંચ્યા હતા. ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત પીએમ મોદીની ઇટાલીની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત છે. ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદી સાથે એક નવી સેલ્ફી પોસ્ટ કરીને તેમનું સ્વાગત કર્યું. મેલોનીએ ફોટોને કેપ્શન આપ્યું, "રોમમાં તમારુ સ્વાગત છે, મારા મિત્ર!" ત્યારબાદ આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીનો ફોટો કે સેલ્ફી ઇન્ટરનેટ પર વાયરલ થઈ હોય. અગાઉ 2023માં દુબઈમાં COP28 સમિટ દરમિયાન મેલોનીની 'Good friends at COP28'  સેલ્ફી અને 2024માં ઇટલીના અપુલિયામાં G7 સમિટ દરમિયાન તેમનો "મેલોની ટીમ તરફથી હેલો"નો વીડિયો વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો હતો. 

ઇટલીમાં તેમની હોટલમાં પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભારતીય ડાયસ્પોરા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પહેલા વડાપ્રધાને વારાણસીના ઘાટ દર્શાવતું એક ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું હતું.

પીએમની મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ

વ્યૂહાત્મક અને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ ગણાતી આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઇટલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલાને મળશે. વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની સાથે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ (CEOs) સાથે વાતચીત કરશે. તેઓ સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના મુખ્યાલયની પણ મુલાકાત લેશે, જે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને ફરીથી વ્યક્ત કરશે.

વિદેશ મંત્રાલય (MEA) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 2023 પછી બંને વડાપ્રધાન વચ્ચે આ આઠમી મુલાકાત હશે, જે ભારત અને ઇટાલી વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો છે. માર્ચ 2023માં મેલોનીની ભારત મુલાકાત અને ત્યારબાદ G20 સમિટમાં તેમની ભાગીદારીએ આ મિત્રતાનો મજબૂત પાયો નાખ્યો. આ મુલાકાત દ્વારા, બંને નેતાઓ "સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-29" હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને સંરક્ષણ, આતંકવાદ વિરોધી ભંડોળ અને નવા ક્ષેત્રોમાં સહયોગ માટે રોડમેપને અંતિમ સ્વરૂપ આપશે.

₹1.3 લાખ કરોડનો વેપાર, હવે 2029 સુધીમાં એક મોટો લક્ષ્ય

ઇટલી યુરોપિયન યુનિયન (EU) માં ભારતના ચોથા સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. 2025માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 14.25 બિલિયન યુરો (આશરે ₹1.3 લાખ કરોડ) સુધી પહોંચવાની અપેક્ષા છે. બંને દેશોએ હવે 2029 સુધીમાં આને 20 બિલિયન યુરો સુધી વધારવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઇટાલિયન કંપનીઓએ ભારતમાં $3.66 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે, જ્યારે ટાટા મોટર્સ દ્વારા ઇટાલીના ઇવેકો ગ્રુપના સંપાદનથી યુરોપમાં ભારતીય કંપનીઓનું મનોબળ પણ વધ્યું છે.

Frequently Asked Questions

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલી શા માટે ગયા હતા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર પાંચ દેશોના યુરોપિયન પ્રવાસના છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કા માટે ગયા હતા.

વડાપ્રધાન મોદી અને ઇટલીના વડાપ્રધાન વચ્ચેના સંબંધો કેવા છે?

વડાપ્રધાન મોદી અને ઇટાલીના વડાપ્રધાન વચ્ચે ગાઢ મિત્રતા છે. આ તેમની વચ્ચેની આઠમી મુલાકાત છે, જે મજબૂત સંબંધો દર્શાવે છે.

ભારત અને ઇટાલી વચ્ચે વેપાર સંબંધો કેવા છે?

ઇટાલી યુરોપિયન યુનિયનમાં ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બંને દેશો 2029 સુધીમાં વેપાર 20 બિલિયન યુરો સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી કયા મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે?

પીએમ મોદી ઇટાલીના રાષ્ટ્રપતિને મળશે, વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે અને FAO મુખ્યાલયની મુલાકાત લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget