Terror Attack: કાબુલમાં મુંંબઈના26/11 જેવો ભયાનક હુમલો, ચાલુ ફાયરિંગમાં લોકો બારીઓમાંથી કુદ્યા
કાબુલના સમાચાર અહેવાલો પ્રમાણે જે સમયે હોટલમાં હુમલો થયો ત્યારે અનેક ચીની નાગરિકો હાજર હતાં છે. ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા હોટલ પર હુમલો કરવામાં આવ્યો છે.
Kabul Suicide Attack: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એકવાર આતંકવાદી હુમલાથી ધણધણી ઉઠી છે. કાબુલમાં એક હોટલ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 2 પોલીસ અધિકારી સહિત 5 લોકોના મોત થયા છે. આ હોટલમાં ચીનના નાગરિકો રોકાયા હતા. હજી બે દિવસ પહેલા જ ચીનના રાજદૂત વાંગ યુએ કાબુલમાં અફઘાનિસ્તાનના નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ સ્ટાંકઝાઈ સાથે મુલાકાત કરી હતી. હોટલ પર હુમલા બાદ ગોળીબાર પણ થયો હતો.
અહેવાલ અનુંસાર થઈ રહેલા ગોળીબાર વચ્ચે જ હોટલમાં રહેલા લોકો બારીઓમાંથી બહાર કુદતા હોવાનો ખૌફનાખ મંજર સામે આવ્યો છે. કાબુલના સમાચાર અહેવાલો પ્રમાણે જે સમયે હોટલમાં હુમલો થયો ત્યારે અનેક ચીની નાગરિકો હાજર હતાં છે. ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા હોટલ પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ આત્મઘાતી જેકેટ પણ પહેર્યા હતાં. આત્મઘાતી હુમલા બાદ અનેક રાઉંડ ગોળીબાર પણ થયો હતો.
કાબુલની જે હોટલમાં આત્મઘાતી હુમલો થયો ત્યાં ચીન સહિત અન્ય દેશોના આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ રોકાય છે. અહેવાલ લખાય ત્યાં સુધી મળતા અહેવાલ પ્રમાણે હોટલમાં ગોળીબાર ચાલુ છે. તાજેતરમાં જ ચીન સરકારે અફઘાનિસ્તાનમાં પોતાના દૂતાવાસ અને નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં નક્કર વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે કાબુલમાં પાકિસ્તાનના દૂતાવાસને નિશાન બનાવીને હુમલો થયો હતો.
આ હુમલો કોણે કર્યો તે અંગે કોઈ માહિતી નથી. કોઈ આતંકી જુથે હજી સુધી આ હુમલાની જવાબદારી સ્વિકારી નથી. જાહેર છે કે, ઓગસ્ટ 2021માં તાલિબાને જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી અફઘાનિસ્તાનમાં ચીનના અનેક પ્રોજેક્ટ સક્રિય બન્યા છે. જેના કારણે ચીનના નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ચીને પણ કાબુલમાં પોતાનું દૂતાવાસ યથાવત રાખ્યું છે, જ્યારે દૂતાવાસમાં હજુ સુધી કોઈ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી નથી.
સમાચાર અહેવાલ અનુસાર હુમલાખોરોએ મધ્ય કાબુલમાં આવેલી બિલ્ડિંગની અંદરથી ગોળીબાર શરૂ કર્યો હતો. ચીની નાગરિકોની સાથોસાથ કેટલાક વિદેશી નાગરિકો પણ અહીં રોકાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ગેસ્ટ હાઉસ શેર-એ-નૌ વિસ્તારમાં આવેલું છે. આ ગેસ્ટ હાઉસમાં અવારનવાર વિદેશી અને ચીની નાગરિકો આવે છે અને રોકાય છે.
Afghanistan News: અફઘાનિસ્તાન પર લાગુ થશે પુરેપુરો ઇસ્લામ કાનૂન, તાલિબાન વધારી રહ્યું છે મહિલાઓ પર પ્રતિબંધ
અફઘાનિસ્તાનમાં તાલિબાને પુરેપુરી રીતે ઇસ્લામી કાનૂન લાગુ કરવાનો આદેશ આપી દીધો છે. અફઘાનમાં માનવાધિકારોની સ્થિતિ પર વધતી ચિંતાની વચ્ચે, તાલિબાનોના સર્વોચ્ચ નેતા માવલવી હેબતુલ્લા અખુંદજાદાએ જજોને ઇસ્લામી કાનૂનને પુરેપુરી રીતે લાગુ કરવાનો આદેશ આપ્યો છે. આવુ પહેલીવાર છે કે, જ્યારે તાલિબાન નેતાએ ઇસ્લામિક સમૂહની સત્તામા આવ્યા બાદ આખા દેશમાં ઇસ્લામી કાનૂનના તમામ પાસાઓને પુરેપુરી રીતે લાગુ કરવાનો ઔપચારિક આદેશ જાહેર કર્યો છે.