શોધખોળ કરો
Advertisement
દ. આફ્રિકામાં મૂળ ભરૂચના બિઝનેસમેનની ગોળી મારી કરાઈ હત્યા
અમદાવાદ: સાઉથ આફ્રિકામાં વધુ એક ભારતીય ઉપર ગોળી મારી હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચના ટંકારિયા ગામના વતની અને સાઉથ આફ્રિકાના પોલોકવેન વિસ્તારમાં રહેતાં ફિરોજ અલી ટુંડિયા તેમની કારમાં જઇ રહ્યાં હતાં. તે સમયે નિગ્રો યુવાને તેમના પર બંદુકથી હૂમલો કરતાં તેમનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભમાં ભરૂચ પંથકમાં વાત ફેલાતાં સ્થાનિકોમાં ભારે ચકચાર જાગી છે.
છેલ્લાં કેટલાંક સમયથી ભારતીય મુળના લોકોને નિગ્રો દ્વારા નિશાન બનાવી તેમની હત્યા કરવામાં આવી રહી છે. ટુંક સમયમાં આવી હિંસાની સંખ્યા વધી ગઇ છે. ટંકારિયા ગામના વતની ફિરોજ અલી ટુંડિયા છેલ્લાં ઘણાં વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયાં હતા. ફિરોજ ટુંડિયાએ ત્યાં પોતાનો કારોબાર વિકસાવ્યો હતો. તાજેતરમાં તેમણે પિટરબર્ગસ ખાતે નવી દુકાન ખરીદી કરી હતી. આજે શુક્રવારે તેઓ તેમની નવી દુકાનને ગયાં હતાં. જ્યાં તેમણે દુકાન જોઇને તે બાદ કારમાં જઇ રહ્યાં હતાં તે વેળાં અન્ય એક કારમાં નિગ્રો યુવાનોએ તેમનો પીછો કરી તેમની કાર ઉપર ગોળી મારી હતી. તેમની કાર દીવાલ સાથે ભટકાતાં નિગ્રો યુવાનોએ તેમને ગોળીઓથી વીંધી નાંખી હત્યા કરી ફરાર થઇ ગયાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દુનિયા
Advertisement