શોધખોળ કરો
આ બોલિવૂડ એક્ટર પર ફિદા હતી પત્ની, પતિએ કરી દીધી હત્યા
ન્યૂયોર્ક શહેરમાં એક પતિએ પત્નીની એટલા માટે હત્યા કરી દીધી કારણ કે તે એક્ટર રિતિક રોશન પર ખૂબ ફિદા હતી
![આ બોલિવૂડ એક્ટર પર ફિદા હતી પત્ની, પતિએ કરી દીધી હત્યા husband killed wife for crushing on Hrithik Roshan આ બોલિવૂડ એક્ટર પર ફિદા હતી પત્ની, પતિએ કરી દીધી હત્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/11192946/2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ન્યૂયોર્કઃ બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસને લઇને ફેન્સનો પ્રેમ અનેક હદો પાર કરતો હોય છે. બોલિવૂડ એક્ટર રિતિક રોશન પર ફિદા એક મહિલાએ પોતાની આ દિવાનગીના કારણે જીવ ગુમાવવો પડ્યો હતો. ન્યૂયોર્ક શહેરમાં એક પતિએ પત્નીની એટલા માટે હત્યા કરી દીધી કારણ કે તે એક્ટર રિતિક રોશન પર ખૂબ ફિદા હતી. પત્નીને માર્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધી હતી.
ન્યૂયોર્ક સ્થિત ક્વિન્સ હોમમાં રહેનારા દિનેશ્વર બુદ્ધિદત્તે શુક્રવારે રાત્રે પોતાની પત્ની Donne Dojoyની હત્યા કર્યા બાદ હાવર્ડ બીચના એક મેદાનમાં આવી વૃક્ષ સાથે લટકીને આત્મહત્યા કરી દીધી હતી. આ કપલે ચાર મહિના અગાઉ જૂલાઇમાં લગ્ન કર્યા હતા.
આત્મહત્યા અગાઉ દિનેશ્વરે પોતાની પત્નીની બહેનને મેસેજ કરી હત્યાની જાણકારી આપી હતી. આ ઘટનાના બે દિવસ અગાઉ કોર્ટમાં દિનેશ્વરને પત્ની પર હુમલો કરવા મામલે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. Donne Dojoyએ કોર્ટમાં દિનેશ્વરથી તેની સુરક્ષા કરવા પ્રોટેક્શન ઓર્ડર માંગ્યો હતો.
પૂછપરછ દરમિયાન Donne Dojoyના એક મિત્રએ કહ્યું કે દિનેશ્વરે બોલિવૂડ એક્ટર રિતિક રોશન પર ક્રશના કારણે Donne Dojoy પર અગાઉ પણ હિંસક હુમલો કર્યો હતો. Donne Dojoy જ્યારે પણ રિતિક રોશનની ફિલ્મ જોતી હતી તો દિનેશ્વર તે બંધ કરાવી દેતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)