શોધખોળ કરો

લેબનાનમાં વધુ ભયાનક થશે યુદ્ધ, ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઇઝરાયલે તૈનાત કર્યા 10 હજારથી વધુ સૈનિકો

ઉત્તરી સરહદ પર મોર્ટાર હુમલામાં બે ઇઝરાયલી રિઝર્વ સૈનિકો માર્યા ગયા છે

ઇઝરાયલે દક્ષિણ લેબનાનના 130 નગરો અને ગામડાઓમાંથી હિઝબુલ્લાહ આતંકવાદીઓને ભગાડી દીધા છે. એટલે કે આટલી જગ્યાએ ઈઝરાયલનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઉત્તરી સરહદ પર મોર્ટાર હુમલામાં બે ઇઝરાયલી રિઝર્વ સૈનિકો માર્યા ગયા છે. જે બાદ ઇઝરાયલે લેબનાનમાં વધુ સૈનિકો મોકલવાની તૈયારી કરી લીધી છે. એટલે કે ખૂબ જ ટૂંક સમયમાં લેબનાનમાં હિઝબુલ્લાહ સામે ભીષણ યુદ્ધ થશે. ઇઝરાયલી સેનાએ લેબનાનની અંદર ગ્રાઉન્ડ ઓપરેશન માટે વધુ સૈનિકો ઉતાર્યા છે. મતલબ કે હિઝબુલ્લાહ આતંકવાદીઓને ખતમ કરવા માટે લેબનાનમાં ભારે ગોળીબાર થશે. આ દરમિયાન હિઝબુલ્લાહ પણ ઉત્તરી ઈઝરાયલ તરફ સતત રોકેટ છોડે છે.

વેસ્ટ બેન્ક સરહદ પર ઓરાનિતમાં 25 વર્ષીય માસ્ટર સાર્જન્ટ એએ અજુલે અને હેરત વિસ્તારમાં વોરંટ ઓફિસર અવીવ મેગન મોર્ટાર હુમલામાં માર્યા ગયા હતા. બંને ઇઝરાયલી સંરક્ષણ દળોના એલીટ 5515 કોમ્બેટ મોબિલિટી યુનિટના સભ્યો હતા. અન્ય એક સૈનિક પણ ખરાબ રીતે ઘાયલ થયો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

હિઝબુલ્લાહના અંત સુધી ઓપરેશન ચાલુ રહેશે.

ઇઝરાયલે મર્યાદિત લક્ષિત હુમલાઓ સાથે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. જેથી સરહદની આસપાસ લેબનાનની અંદર હાજર હિઝબુલ્લાહના ઠેકાણાઓને નષ્ટ કરી શકાય. આ માટે ઈઝરાયલે પહેલાથી જ લેબનીઝ લોકોને શહેર છોડીને સુરક્ષિત સ્થળો પર જવા માટે કહ્યું હતું.

ઇઝરાયલી સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે જો જરૂરિયાત વધતી રહેશે તો અમે સૈનિકોની સંખ્યા અને સૈન્ય કાર્યવાહીની તીવ્રતામાં વધારો કરવાનું ચાલુ રાખીશું. આ કામ આગામી થોડા અઠવાડિયામાં કરવામાં આવશે.

લેબનાનની અંદર 10 હજાર ઇઝરાયલી સૈનિકો

લેબનોનમાં હજારો ઇઝરાયલના સૈનિકો ગ્રાઉન્ડ ઓપરેશનમાં તૈનાત છે. હાલમાં લગભગ 10 હજાર ઇઝરાયલ સૈનિક લેબનાનની અંદર ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં રોકાયેલા છે. ઇઝરાયલી સંરક્ષણ દળોના 98મા અને 36મા ડિવિઝનની સાથે 91મા ગેલિલી રિઝનલ ડિવિઝન લેબનાનની અંદર મિશન કરી રહ્યા છે. લેબનાનના દક્ષિણી વિસ્તારમાં હિઝબુલ્લાહ દ્વારા છોડવામાં આવેલા હથિયારોનો મોટો જથ્થો મળ્યો છે. ઈઝરાયલને આશંકા છે કે હિઝબુલ્લાહ 7 ઓક્ટોબર જેવા બીજા હુમલાની યોજના બનાવી રહ્યું છે.                                

Russia: ઇરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન, શું ઇઝરાયલને ઘેરવાની થઇ રહી છે તૈયારી?

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget