શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઈન્ડોનેશિયા: જકાર્તાથી ઉડાન ભર્યા બાદ વિમાન લાપતા, 59 મુસાફરો હતા સવાર
શ્રીવિજયા એર ફ્લાઈટ SJ-182માં 59 જેટલા મુસાફરો સવાર હતા.
નવી દિલ્હી: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ એક વિમાન લાપતા થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર, શ્રીવિજયા એર ફ્લાઈટ SJ-182માં 59 જેટલા મુસાફરો સવાર હતા. વિમાને જકાર્તાથી પોન્ટિયાનક જઈ રહ્યું હતું. અત્યાર સુધી ફ્લાઈટના લોકેશન અંગે કોઈ જાણકારી મળી શકી નથી.
ઈન્ડોનેશિયાના અધિકારીઓએ બોઈંગ 738-500 ક્લાસિક વિમાનના લોકેશન કન્ફર્મ કરવા માટે શોધખોળ અને બચાવ અભિયાન શરુ કરી દીધું છે.
શ્રીવિજય એર ફ્લાઈટનો જર્કાતાના સોએકરનોહાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભર્યાના ચાર મિનિટની અંદર જ 10 હજાર ફૂટ ઈંચાઈ પહોંચ્યા બાદ સંપર્ક ટૂટી ગયો હતો.
ઈન્ડોનેશિયાના પરિવહન મંત્રાલયના પ્રવક્તા અદિતા ઈરાવતીએ કહ્યું કે, બોઈંગ 737-500 વિમાન બપોરે 1.56 વાગ્યે જકાર્તાથી ઉડાન ભરી હતી અને 2.40 વાગ્યે તેનો સંપર્ક તૂટી ગયો હતો . તેમણે એક નિવેદનમાં કહ્યું કે, લાપતા વિમાનની તપાસ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion