શોધખોળ કરો

US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ટ્રમ્પની ડેડલાઈન પહેલાં તણાવ ચરમસીમાએ; દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેમાં આવેલા ઈરાની દૂતાવાસોએ અમેરિકાને આપી ક્યારેય ન ભૂલાય તેવી ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ધમકી આપી.
  • ઈરાને ટ્રમ્પને તેમની સભ્યતાનો નાશ કરવાની ચેતવણી આપી.
  • દક્ષિણ આફ્રિકા સ્થિત ઈરાની દૂતાવાસે ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો.
  • ઈરાને અમેરિકી-ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા બાળકનો ફોટો શેર કર્યો.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે આરપારની લડાઈમાં ફેરવાઈ રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (7 એપ્રિલ, 2026) ઈરાનને ધમકી આપી હતી કે જો તેઓ હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) નહીં ખોલે તો તેમની "આખી સભ્યતાનો નાશ" થઈ જશે. જોકે, આ ભયંકર ધમકી સામે ઝૂકવાના બદલે ઈરાને પણ અમેરિકાને એવો જડબાતોડ જવાબ આપવાની કસમ ખાધી છે, જે ટ્રમ્પ અને તેમના સાથીઓ જિંદગીભર યાદ રાખશે. ઈરાને સોશિયલ મીડિયા પર ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, "કાલે, ઈન્શાલ્લાહ..." ચાલો જાણીએ આ સમગ્ર વિવાદમાં અત્યાર સુધી શું થયું છે અને બંને દેશો વચ્ચે કેવી નિવેદનબાજી ચાલી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ધમકીમાં શું કહ્યું?

હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જે છેલ્લી ડેડલાઈન આપી છે, તેને પૂરી થવામાં હવે 12 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે. આ સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ ટ્રમ્પે અત્યંત કડક વલણ અપનાવતા ઈરાનને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે, "આજે રાત્રે એક આખી સભ્યતા કાયમ માટે ખતમ થઈ જશે અને તેને ક્યારેય પાછી લાવી શકાશે નહીં." ટ્રમ્પે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો આ મહત્વપૂર્ણ ઓઇલ રૂટ નહીં ખોલવામાં આવે તો વિનાશ નક્કી છે. જોકે, તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે રાત્રે 8 વાગ્યા (ભારતીય સમય મુજબ બુધવારે સવારે 5:30 વાગ્યા) પહેલા કંઈક ક્રાંતિકારી અને સકારાત્મક ઉકેલ આવી શકે છે.

ઈરાની દૂતાવાસનો અમેરિકા પર પલટવાર

અમેરિકાના આટલા આક્રમક વલણ છતાં ઈરાન સહેજ પણ ડર્યું નથી. દક્ષિણ આફ્રિકામાં આવેલા ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા ટ્રમ્પને સીધો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે, "તમને અને તમારા સાથીઓને ઈરાનની પ્રાચીન સભ્યતા તરફથી એવો જોરદાર જવાબ મળશે, જે તમે ક્યારેય ભૂલી નહીં શકો."

પોતાની બીજી એક પોસ્ટમાં, દૂતાવાસે ફેબ્રુઆરીમાં મીનાબમાં થયેલા અમેરિકન-ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા એક બાળકની રડતી માતાનો ફોટો શેર કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા અને એક પ્રાથમિક શાળા પર થયેલા મિસાઈલ હુમલા (જેમાં 170 જેટલી માસૂમ વિદ્યાર્થીનીઓના મોત થયા હતા) પછી આ ઘટના બની હતી. આ ફોટો શેર કરીને દૂતાવાસે ગુસ્સામાં લખ્યું, "આ દુઃખ, આ ગુસ્સો અને આ ચહેરાઓને બરાબર યાદ રાખજો. અમે તમને કોઈ કાળે છોડીશું નહીં."

આ ઉપરાંત, ઝિમ્બાબ્વેમાં આવેલા ઈરાની દૂતાવાસે પણ ટ્રમ્પની ધમકીઓની મજાક ઉડાવતા લખ્યું કે, "આવા મોટા શબ્દો તમારા મોઢા માટે બહુ મોટા છે, તમારા લોકોને શરમાવવાનું બંધ કરો."

Frequently Asked Questions

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શું ધમકી આપી છે?

ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે કે જો તેઓ હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે તો તેમની 'આખી સભ્યતાનો નાશ' થઈ જશે. તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ ઓઇલ રૂટ નહીં ખોલવામાં આવે તો વિનાશ નક્કી છે.

ઈરાને અમેરિકાની ધમકીનો શું જવાબ આપ્યો છે?

ઈરાને અમેરિકાની ધમકીનો જડબાતોડ જવાબ આપવાની કસમ ખાધી છે. દક્ષિણ આફ્રિકામાં આવેલા ઈરાની દૂતાવાસે કહ્યું છે કે, 'તમને અને તમારા સાથીઓને ઈરાનની પ્રાચીન સભ્યતા તરફથી એવો જોરદાર જવાબ મળશે, જે તમે ક્યારેય ભૂલી નહીં શકો.'

ઈરાની દૂતાવાસે અમેરિકા પર કયા આરોપો લગાવ્યા છે?

ઈરાની દૂતાવાસે મીનાબમાં થયેલા અમેરિકન-ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા બાળકની માતાનો ફોટો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે આ દુઃખ અને ગુસ્સો અમેરિકાને છોડશે નહીં.

ટોપ સ્ટોરી

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget