શોધખોળ કરો

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?

"આ તો માત્ર શરૂઆત છે, અમારી રાહ જુઓ...", મેલાનિયા અને 20 વર્ષના પુત્ર બેરોનને અપાઈ ગંભીર ધમકી; ઈરાનમાં લાગ્યા 'લોહી બદલ લોહી'ના પોસ્ટર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાને મેલાનિયા, બેરોન ટ્રમ્પને મારી નાખવાના વીડિયોથી ધમકાવ્યા.
  • વીડિયોમાં 'નર્વ એજન્ટ' દ્વારા મેલાનિયાની હત્યાનું કાવતરું દર્શાવાયું.
  • તેહરાનમાં ટ્રમ્પ પરિવારની હત્યાના 'લોહી બદલ લોહી' બિલબોર્ડ.
  • સુરક્ષા કારણોસર મેલાનિયા ટ્રમ્પ જાહેર કાર્યક્રમોથી દૂર રહ્યા.

iran video threat melania trump: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાન તરફથી તાજેતરમાં એક એવો ધમકીભર્યો વીડિયો અને સંદેશાઓ સામે આવ્યા છે, જેણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની સુરક્ષા અંગે મોટી ચિંતા ઊભી કરી છે. આ વીડિયોમાં સીધી રીતે ટ્રમ્પનાં પત્ની મેલાનિયા ટ્રમ્પ અને તેમના 20 વર્ષના યુવાન પુત્ર બેરોન ટ્રમ્પને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી છે.

ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાનથી રિલીઝ થયેલા આ વીડિયોનું ટાઈટલ જ ખૂબ ડરામણું છે - "હાઉ ટુ કિલ ધ યુએસ પ્રેસિડેન્ટ્સ વાઇફ, મેલાનિયા ટ્રમ્પ" (અમેરિકી રાષ્ટ્રપતિની પત્ની મેલાનિયા ટ્રમ્પને કેવી રીતે મારવી). આ વીડિયોમાં અમેરિકન ફર્સ્ટ લેડીનો મોટરકાફલો અને ન્યૂ યોર્ક સિટીના વિવિધ સ્થળો બતાવવામાં આવ્યા છે. તેમાં એવું પણ કાવતરું દર્શાવવામાં આવ્યું છે કે કોઈ શોપિંગ ટ્રીપ દરમિયાન ફર્સ્ટ લેડી દ્વારા ખરીદાયેલા કપડાંમાં 'નર્વ એજન્ટ' (ઝેરી રસાયણ) ભેળવીને તેમનો જીવ લઈ શકાય છે. જોકે, આ ગંભીર મુદ્દે ઈસ્ટ વિંગ અને અમેરિકન સિક્રેટ સર્વિસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આટલું જ નહીં, વીડિયોમાં ટ્રમ્પના સૌથી નાના પુત્ર, 20 વર્ષીય બેરોન ટ્રમ્પને પણ સીધી ચેતવણી આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે, "આ તો માત્ર શરૂઆત છે. બેરોન ટ્રમ્પ, અમારી રાહ જુઓ." ઈરાનમાં માત્ર વીડિયો જ નહીં, પરંતુ રસ્તાઓ પર પણ ટ્રમ્પ પરિવાર વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. તેહરાનમાં એવા બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના આખા પરિવારની (મેલાનિયા, ડોન જુનિયર, ઇવાન્કા, એરિક, ટિફની અને બેરોન) હત્યા કરવાનું આહ્વાન કરાયું છે. આ પોસ્ટરો પર "લોહી બદલ લોહી" એવો ખતરનાક સંદેશ લખવામાં આવ્યો છે.

આ ધમકીઓને પગલે સમગ્ર ટ્રમ્પ પરિવાર હાલમાં સિક્રેટ સર્વિસની કડક સુરક્ષા છાવણીમાં છે. વ્હાઇટ હાઉસથી લઈને ન્યૂ યોર્કનું ટ્રમ્પ ટાવર, બેડમિન્સ્ટર ગોલ્ફ ક્લબ અને ફ્લોરિડાનું માર-એ-લાગો એસ્ટેટ - આ તમામ નિવાસસ્થાનો પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કદાચ આ જ સુરક્ષા કારણોસર મેલાનિયા ટ્રમ્પ આ મહિને ઘણા જાહેર કાર્યક્રમોથી દૂર રહ્યાં છે. તેમણે શુક્રવારે રાત્રે યોજાયેલ 'વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ એસોસિએશન ડિનર'માં પણ હાજરી આપી ન હતી.

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર એક સંયુક્ત હુમલો કર્યો હતો. ત્યારથી જ ટ્રમ્પ પરિવાર સતત ઈરાનના નિશાના પર રહ્યો છે અને બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી છે.

Frequently Asked Questions

ઈરાન તરફથી ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારને કઈ ધમકી મળી છે?

ઈરાન તરફથી એક વીડિયો દ્વારા ટ્રમ્પનાં પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન ટ્રમ્પને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી છે. તેહરાનમાં પોસ્ટરો પણ લાગ્યા છે જેમાં આખા પરિવારની હત્યાનું આહ્વાન કરાયું છે.

મેલાનિયા ટ્રમ્પને લગતા ધમકીભર્યા વીડિયોમાં શું દર્શાવવામાં આવ્યું છે?

આ વીડિયોનું શીર્ષક

ઈરાન શા માટે ટ્રમ્પ પરિવારને ધમકીઓ આપી રહ્યું છે?

અમેરિકાએ 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો હતો. ત્યારથી ટ્રમ્પ પરિવાર સતત ઈરાનના નિશાના પર છે અને બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

ધમકીઓને પગલે ટ્રમ્પ પરિવારની સુરક્ષા માટે શું પગલાં લેવાયા છે?

સમગ્ર ટ્રમ્પ પરિવાર હાલમાં સિક્રેટ સર્વિસની કડક સુરક્ષા હેઠળ છે. વ્હાઇટ હાઉસ, ટ્રમ્પ ટાવર અને માર-એ-લાગો સહિતના તમામ નિવાસસ્થાનો પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
Advertisement

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget