શોધખોળ કરો

US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી

US Strike Iran: ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં કેશમ ટાપુ પર વિસ્ફોટો સંભળાયા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાને હોર્મુઝ પાસે અમેરિકી હેલિકોપ્ટર તોડી પાડ્યું.
  • અમેરિકાએ બદલામાં કેશમ ટાપુ પર હુમલો કર્યો.
  • ટ્રમ્પે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી, ઈરાને ધમકી આપી.

US Strike Iran:  અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ પર હુમલો કર્યો છે. મંગળવારે અમેરિકન સૈન્યએ કહ્યું હતું કે આ હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટ નજીક તેના અપાચે એટેક હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં કરવામાં આવ્યા હતા. એક નિવેદનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને તોડી પાડવા માટે દોષિત ઠેરવ્યુ અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. અમેરિકાના હુમલાઓ બાદ ઈરાને મજબૂત પ્રતિક્રિયા આપવાની ધમકી આપી છે, જેનાથી ફરી યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે 

ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં કેશમ ટાપુ પર વિસ્ફોટો સંભળાયા છે, જે એક મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે જેને ઈરાને યુદ્ધ દરમિયાન અસરકારક રીતે બંધ કરી દીધો છે. ઈરાની મીડિયાના મતે  હુમલાઓ ઈરાની રાજધાની કે અન્ય મુખ્ય શહેરો પર નહીં, પરંતુ કેશમ ટાપુ પર થયા હતા. પરિણામે થયેલા જાનહાનિનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી.

ટ્રમ્પે હુમલાની ધમકી આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે ઈરાને સ્ટ્રેટમાં પેટ્રોલિંગ કરતી વખતે તેમનું આર્મી હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું. અમેરિકાએ આ હુમલાનો જવાબ આપવો જ જોઈએ. ટ્રમ્પે કહ્યું કે ઈરાનીઓએ અમારા અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટરમાંથી એકને તોડી પાડ્યું. જો કે, બંને સર્વિસ મેમ્બર સલામત  છે. યુએસ સૈન્યએ જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક ડ્રોન બોટે એક લડાયક હેલિકોપ્ટરના ક્રૂને બચાવી લીધા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે 24 ફૂટની માનવરહિત બોટે લગભગ બે કલાક પાણીની અંદર વિતાવ્યા પછી બંને પાયલટ્સને શોધી કાઢ્યા અને તેમને બચાવ્યા હતા.

ઈરાન યુએસ હુમલાઓનો જવાબ આપશે: ઈરાન

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકાના અપાચે હેલિકોપ્ટરના ક્રેશ બાદ અમેરિકાના હુમલાઓનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, "જો તમે સુરક્ષિત રહેવા માંગતા હોવ તો અમારો પ્રદેશ છોડી દો. અમારા પ્રદેશની નજીક વિદેશી દળો હંમેશા જોખમમાં હોય છે. અમે રાજદ્વારીને પ્રાથમિકતા આપીએ છીએ, પરંતુ અમે અન્ય ભાષાઓ પણ બોલીએ છીએ."

હેલિકોપ્ટરને તોડી પાડવા અને ત્યારબાદ યુએસ લશ્કરી હુમલાઓએ બંન્ને દેશોના તણાવમાં વધારો થયો છે. તાજેતરના દિવસોમાં હોર્મુઝની આસપાસ યુએસ અને ઈરાની ગોળીબાર અને લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓએ 8 એપ્રિલના યુદ્ધવિરામને જોખમમાં મૂક્યો છે.

Frequently Asked Questions

અમેરિકાએ ઈરાન પર હુમલો શા માટે કર્યો?

અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક તેના અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં ઈરાનના કેશમ ટાપુ પર હુમલો કર્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટના માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું.

કયા ઈરાની ટાપુ પર હુમલો થયો હતો?

અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ પર હુમલો કર્યો હતો. આ ટાપુ હોર્મુઝ સ્ટ્રેટમાં આવેલો છે, જે એક મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે.

અમેરિકન હેલિકોપ્ટરને કોણે તોડી પાડ્યું હતું?

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. જોકે, હેલિકોપ્ટરના બંને સર્વિસ મેમ્બરને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.

આ ઘટનાઓ બાદ ઈરાનની પ્રતિક્રિયા શું હતી?

ઈરાને અમેરિકી હુમલાઓનો મજબૂત પ્રતિક્રિયા આપવાની ધમકી આપી. વિદેશ મંત્રીએ અમેરિકાને તેમનો પ્રદેશ છોડી દેવા કહ્યું અને યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો હોવાનું જણાવ્યું.

ટોપ સ્ટોરી

PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ

વિડિઓઝ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા
Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Embed widget