Israel-Palestine War Live: ગાઝામાં પેલેસ્ટાઇનના 1.23 લાખ લોકો થયા બેઘર, ઇઝરાયલના હુમલાઓ યથાવત
Israel-Palestine War: ઈઝરાયલે પણ જવાબી કાર્યવાહીમાં હમાસના આતંકવાદીઓ પર તબાહી મચાવી દીધી છે

Background
હંગેરીએ ઈઝરાયેલમાંથી લોકોને બહાર કાઢ્યા
હંગેરીના વિદેશ પ્રધાન પીટર સિજાર્ટોએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે હંગેરીએ ઇઝરાયલમાંથી 215 લોકોને રાતોરાત બે વિમાન મારફતે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
ઇઝરાયેલનું ઓપરેશન Swords of Iron
ઇઝરાયેલના ઓપરેશન Swords of Iron દરમિયાન અત્યાર સુધીમાં 700 થી વધુ ઇઝરાયેલી નાગરિકોના મોત થયા છે. 2 હજાર 150 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઈઝરાયેલ દ્વારા હમાસના 653 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે.
Swords of Iron—42 hours in.
— Israel Defense Forces (@IDF) October 8, 2023
These are the NUMBERS.
This is the reality of Israel right now. pic.twitter.com/eUSNBFRgB2
ગાઝામાં પેલેસ્ટાઇનના 1.23 લાખ લોકો બેઘર
યુનાઈટેડ નેશન્સે અહેવાલ આપ્યો છે કે ઈઝરાયેલના હવાઈ હુમલાના કારણે ગાઝામાં પેલેસ્ટાઇનના 1,23,000 લોકો બેઘર થઈ ગયા છે. લગભગ 74 હજાર લોકોએ સ્કૂલોમાં આશરો લીધો છે.
હમાસે ગાઝામાં 100થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે જૂથે 100થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. આમાં ઈઝરાયેલ સેનાના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે.
ઈરાને હમાસને ફરીથી સમર્થન આપ્યું
ઈરાનનું ટોચનું નેતૃત્વ હમાસને સતત સમર્થન આપી રહ્યું છે. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઇસીએ હમાસના હુમલાને પેલેસ્ટાઇનના સૈનિકો અને પેલેસ્ટાઇનના જૂથોની જીત ગણાવી છે. વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ-અહ્યાને ઈઝરાયેલ-ગાઝામાં થઈ રહેલી હિંસાને વર્ષોથી ચાલી રહેલા અત્યાચાર અને અપરાધોની પ્રતિક્રિયા તરીકે ગણાવી છે.

