શોધખોળ કરો

MonkeyPox In Israel: યૂરોપ બાદ હવે ઈઝરાયલમાં પહોંચ્યો મંકીપૉક્સ

ઇઝરાયલી સત્તાવાળાઓએ કહ્યું છે કે વિદેશથી પરત ફરેલા એક વ્યક્તિના મંકીપોક્સથી સંક્રમિત હોવાની વાત સામે આવી છે અને તેઓ અન્ય શંકાસ્પદ દર્દીઓની શોધ કરી રહ્યા છે.

Monkeypox:  ઇઝરાયલી સત્તાવાળાઓએ કહ્યું છે કે વિદેશથી પરત ફરેલા એક વ્યક્તિના મંકીપોક્સથી સંક્રમિત હોવાની વાત સામે આવી છે અને તેઓ અન્ય શંકાસ્પદ દર્દીઓની શોધ કરી રહ્યા છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે તેલ અવીવની હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીની તબિયત સારી છે. મંત્રાલયે વિદેશથી પરત ફરતા લોકોને તાવ અને ફોલ્લીઓ થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવા અપીલ કરી છે.

આરોગ્ય મંત્રાલયના જાહેર આરોગ્ય સેવાઓના વડા શેરોન એલ્રો-પ્રીસે રવિવારે ઇઝરાયેલી આર્મી રેડિયોને જણાવ્યું હતું કે તબીબી ટીમો અન્ય શંકાસ્પદ મંકીપૉક્સ દર્દીઓને ઓળખવા માટે કામ કરી રહી છે.

મંકીપૉક્સના 80  કેસની પુષ્ટિ 

ઇઝરાયેલમાં મંકીપોક્સનો આ કેસ પશ્ચિમ એશિયામાં આ ચેપનો પ્રથમ કેસ હોવાનું કહેવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વિશ્વભરમાં મંકીપોક્સ ચેપના લગભગ 80 પુષ્ટિ થયેલા કેસો અને લગભગ 50 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી છે. મંકીપોક્સના ચેપના કેસો અગાઉ ફક્ત મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ હવે તેના દર્દીઓ બ્રિટન, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, યુએસએ, સ્વીડન અને કેનેડામાં પણ નોંધાયા છે. આમાંના મોટાભાગના દર્દીઓ યુવાન છે અને તેમની પાસે આફ્રિકાની મુસાફરીનો ઇતિહાસ નથી. ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયામાં પણ મંકીપોક્સના કેસ નોંધાયા છે.

જંગલી પ્રાણીઓનો વાયરસ મંકીપોક્સ

મંકીપોક્સ માટે જવાબદાર વાયરસ વાંદરાઓ અને અન્ય જંગલી પ્રાણીઓમાં ઉદ્ભવે છે. મોટાભાગના ચેપગ્રસ્ત દર્દીઓમાં તાવ, શરીરમાં દુખાવો, શરદી અને થાક જેવા લક્ષણો જોવા મળ્યા છે. ગંભીર કિસ્સાઓમાં, દર્દીઓના ચહેરા, હાથ અને શરીરના અન્ય ભાગો પર ફોલ્લીઓ પણ દેખાઈ શકે છે.

ટોપ સ્ટોરી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget