શોધખોળ કરો

Israel-US Iran War: વિશ્વના સૌથી મોટા દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, UAE માં કેમ કરવામાં આવી 19 ભારતીયોની ધરપકડ

US-Israel-Iran War Updates: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષનો 17મો દિવસ અત્યંત તંગ છે. અમેરિકાએ હાલમાં સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી માટે 30 દિવસની ખાસ છૂટ આપી છે.

Israel-US Iran War અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધનો આજે 17મો દિવસ છે. ઈરાની ડ્રોન હુમલાને કારણે દુબઈ એરપોર્ટ પર આગ લાગી છે. યુએઈ (UAE) માં અફવા ફેલાવવાના મામલે 19 ભારતીયોની ધરપકડ ના આદેશ આપવામાં આવ્યા છે.

દુબઈ એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે સોમવારે વહેલી સવારે ડ્રોન હુમલા બાદ એક ફ્યુઅલ ટેન્કમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. દુબઈ મીડિયા ઓફિસે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે સિવિલ ડિફેન્સની ટીમો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે.

યુએઈમાં 19 ભારતીય ધરપકડ

સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સોશિયલ મીડિયા પર ભ્રામક અને નકલી વીડિયો પોસ્ટ કરવાના આરોપમાં 35 લોકોની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આરોપીઓમાં 19 ભારતીય નાગરિકો પણ સામેલ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ લોકોએ પ્રાદેશિક તણાવ વચ્ચે ઈન્ટરનેટ પર એવી સામગ્રી શેર કરી હતી જેનાથી લોકોમાં ભ્રમ અને ડર ફેલાઈ શકે છે.

UAE ની સરકારી સમાચાર એજન્સી WAM મુજબ, તમામ આરોપીઓની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને તેમના કેસની વહેલી સુનાવણી કરવામાં આવશે. UAE ના એટર્ની જનરલ હમદ સૈફ અલ શમ્સીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની દેખરેખ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક લોકો ઈન્ટરનેટ પર ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરતા વીડિયો ફેલાવી રહ્યા હતા, જેનાથી દેશમાં ડર અને અરાજકતા ફેલાઈ શકે છે અને સ્થિરતાને નુકસાન થઈ શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓને ત્રણ અલગ-અલગ ગ્રુપોમાં વહેંચવામાં આવ્યા છે:

પહેલા ગ્રુપે અસલી વીડિયો શેર કર્યા

પ્રથમ ગ્રુપ 10 લોકોનું છે. આ લોકોએ સોશિયલ મીડિયા પર અસલી વીડિયો ક્લિપ્સ શેર કરી હતી, જેમાં યુએઈના હવાઈ ક્ષેત્રમાં મિસાઈલો પસાર થતી અથવા તેને રોકવાના દ્રશ્યો હતા. સાથે જ તેમણે લોકોની ભીડના વીડિયો બનાવી તેમાં એવી કોમેન્ટ્સ અને સાઉન્ડ ઈફેક્ટ્સ ઉમેરી હતી, જેથી એવું લાગે કે દેશ પર હુમલો થઈ રહ્યો છે. આ ગ્રુપમાં 5 ભારતીય, 1 પાકિસ્તાની, 1 નેપાળી, 2 ફિલિપાઈન્સ અને 1 ઇજિપ્તનો નાગરિક સામેલ છે.

બીજા ગ્રુપે AI વીડિયો શેર કર્યા

આ ગ્રુપ 7 લોકોનું છે. આ લોકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી નકલી વીડિયો બનાવ્યા અથવા અન્ય દેશોની ઘટનાઓના વીડિયોને યુએઈના ગણાવીને ફેલાવ્યા હતા. આ વીડિયોમાં વિસ્ફોટ અને મિસાઈલ હુમલાના નકલી દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં 5 ભારતીય, 1 નેપાળી અને 1 બાંગ્લાદેશી સામેલ છે. ત્રીજું ગ્રુપ ત્રીજું ગ્રુપ 6 લોકોનું છે. આ લોકો પર આરોપ છે કે તેમણે એવા દેશની સૈન્ય કાર્યવાહી અને નેતાઓના વખાણ કરતા વીડિયો શેર કર્યા છે, જે યુએઈના હિતોની વિરુદ્ધ માનવામાં આવે છે. 

કેટલા વર્ષની સજા થશે?

એટર્ની જનરલે જણાવ્યું કે આવા ગુનાઓ માટે ઓછામાં ઓછી એક વર્ષની જેલ અને 1 લાખ દિરહામ (આશરે 22 લાખથી વધુ રૂપિયા) થી ઓછો નહીં તેટલો દંડ થઈ શકે છે. સરકારનું કહેવું છે કે આ પ્રકારની ખોટી માહિતી દેશની સુરક્ષા અને સ્થિરતાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget