શોધખોળ કરો

‘ચહેરો ઢાંક્યા વિના સ્કૂલે જવું પડશે’: ઇટાલીમાં બુરખો અને નકાબ બેન કરવા મોટો પ્રસ્તાવ

વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઇટાલીની શાળાઓમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ તેમજ દરેક વર્ગમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરવાની યોજના વિશે જાહેરાત કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇટાલી શાળાઓમાં બુરખા-નકાબ પ્રતિબંધ, વિદેશી વિદ્યાર્થી મર્યાદા લદાશે.
  • વડાપ્રધાન મેલોનીએ યુવા કાર્યક્રમમાં આ સંકેત આપ્યા હતા.
  • ઇટાલિયન બાળકો લઘુમતી ન લાગે તે મુખ્ય હેતુ છે.
  • ચહેરો ઢાંક્યા વિના શાળાએ આવવું ફરજિયાત બનાવાશે.

Italy school burqa ban: ઇટાલીની જમણેરી વિચારધારા ધરાવતી સરકાર શાળાઓમાં બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની તેમજ દરેક વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવાની તૈયારી કરી રહી છે. ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રવિવારે પોતાની પાર્ટી 'બ્રધર્સ ઑફ ઇટાલી' (Brothers of Italy) દ્વારા આયોજિત એક રાષ્ટ્રીય યુવા કાર્યક્રમ દરમિયાન આ અંગેના સંકેત આપ્યા હતા.

ભૂમધ્ય સમુદ્રની મધ્યમાં આવેલું હોવાથી ઇટાલીમાં યુરોપના અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ સંખ્યામાં સ્થળાંતરિતો (ઇમિગ્રન્ટ્સ) આવે છે. આ કારણે ત્યાં સ્થળાંતરનો મુદ્દો હંમેશાં ખૂબ મહત્ત્વનો અને પડકારજનક રહ્યો છે.

મેલોનીએ યુવા કાર્યક્રમમાં શું કહ્યું?

રવિવારે યોજાયેલી બેઠક દરમિયાન મેલોનીએ સ્પષ્ટ કર્યું હતું કે ઇટાલીની શાળાઓમાં બુરખા અને નકાબ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ઉપરાંત, દરેક વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવશે. મેલોનીએ એમ પણ જણાવ્યું હતું કે જે વિદેશી વિદ્યાર્થીઓના માતા-પિતા ઇટાલીની શિક્ષણ વ્યવસ્થામાં એકરૂપ થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, તેમના માટે ઇટાલિયન ભાષા શીખવી ફરજિયાત બનાવવામાં આવશે. ટૂંક સમયમાં જ આ અંગેનો પ્રસ્તાવ મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે.

મેલોનીએ કહ્યું હતું કે, "ઇટાલીની શાળાઓમાં ઇટાલિયન બાળકો લઘુમતીમાં છે એવો અનુભવ ન જ કરવો જોઈએ. એ અશક્ય છે કે આપણા દેશના વર્ગખંડમાં આપણા જ બાળકો ખુદને કોરાણે મુકાયેલા કે લઘુમતીમાં હોવાનું અનુભવે. જો વર્ગમાં માત્ર એક જ બાળક એવું હોય જે ઇટાલિયન ભાષા ન બોલતું હોય, તો તે પોતાના સહપાઠીઓ અને શિક્ષકોની મદદથી સરળતાથી ભાષા શીખીને બધા સાથે ભળી જશે. પરંતુ જો આવા બાળકોની સંખ્યા વધુ હશે, તો તેમને અલગ પાડવા મુશ્કેલ બનશે અને તેઓ મુખ્ય પ્રવાહમાં ભળી નહીં શકે, અને પરિણામે તેઓ જ બહુમતી બની જશે."

જોકે, પોતાના ભાષણમાં તેમણે વિદ્યાર્થીઓની સંખ્યા પર લાદવામાં આવનારી મર્યાદાનો કોઈ ચોક્કસ આંકડો દર્શાવ્યો ન હતો. નોંધનીય છે કે, ફોન્ડાઝિયોન ISMU નામની ઇટાલિયન કંપની દ્વારા કરાયેલા તાજેતરના સંશોધન મુજબ, ઇટાલીની શાળાઓમાં 11.6 ટકા વિદ્યાર્થીઓ એવા છે જેઓ ઇટાલીના નાગરિક નથી.

'તમારે તમારો ચહેરો ઢાંક્યા વિના શાળાએ આવવું પડશે'

વિદ્યાર્થીઓને ઉદ્દેશીને મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "તમારે તમારો ચહેરો ઢાંક્યા વિના જ શાળાએ આવવું પડશે. ઇટાલીમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ સાચી કે કાલ્પનિક પરંપરાના બહાને, કોઈ પણ યુવતીને પોતાનો ચહેરો ઢાંકવા માટે મજબૂર કરી શકે નહીં."

Frequently Asked Questions

ઇટાલીની શાળાઓમાં કયા પોશાક પર પ્રતિબંધ મૂકવામાં આવશે?

ઇટાલીની શાળાઓમાં બુરખા અને નકાબ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ યુવતીને ચહેરો ઢાંકવા મજબૂર કરી શકાશે નહીં.

ઇટાલીની શાળાઓમાં વિદેશી વિદ્યાર્થીઓ અંગે શું નવા નિયમો આવશે?

ઇટાલી દરેક વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરશે. વાલીઓને શિક્ષણ વ્યવસ્થામાં મુશ્કેલી હોય તેવા વિદેશી વિદ્યાર્થીઓ માટે ઇટાલિયન ભાષા ફરજિયાત બનાવાશે.

આ નવા નિયમો કોણ પ્રસ્તાવિત કરી રહ્યું છે?

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની જમણેરી સરકાર આ નિયમો પ્રસ્તાવિત કરી રહી છે. તેમણે 'બ્રધર્સ ઑફ ઇટાલી' પાર્ટીના યુવા કાર્યક્રમમાં આ અંગેના સંકેત આપ્યા હતા.

વડાપ્રધાન મેલોનીએ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા પાછળ શું કારણ આપ્યું?

મેલોનીએ જણાવ્યું કે ઇટાલિયન બાળકોને શાળામાં લઘુમતીનો અનુભવ ન થવો જોઈએ. ઓછા વિદેશી વિદ્યાર્થીઓ સરળતાથી ભળી શકે છે, જ્યારે વધુ સંખ્યામાં તેમને અલગ પાડવા મુશ્કેલ બને છે.

Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
નેતન્યાહૂએ યુનિટી સરકાર બનાવવાનો આપ્યો પ્રસ્તાવ, ઈઝરાયલમાં કોની બનશે સરકાર?
નેતન્યાહૂએ યુનિટી સરકાર બનાવવાનો આપ્યો પ્રસ્તાવ, ઈઝરાયલમાં કોની બનશે સરકાર?
અમેરિકાની કંપનીએ ભારતમાં શરૂ કરી છંટણી, 1000થી વધુ કર્મચારી પર થશે અસર
અમેરિકાની કંપનીએ ભારતમાં શરૂ કરી છંટણી, 1000થી વધુ કર્મચારી પર થશે અસર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
Share Market: ભારતીય શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 490 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,510ની નીચે
Share Market: ભારતીય શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 490 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,510ની નીચે
Delhi Air Pollution: દિલ્લીનું હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, હવા બની ઝેરી, AQI 400ને પાર

Embed widget