શોધખોળ કરો

Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

Japan Typhoon Warning:જાપાન આ વર્ષેના સૌથી શક્તિશાળી તોફાનનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે

Japan Typhoon Warning: જાપાન આ વર્ષેના સૌથી શક્તિશાળી તોફાનનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શક્તિશાળી તોફાન ‘શાનશાન’ દક્ષિણ ક્યૂશુ ટાપુ તરફ આગળ વધી રહ્યું છે, તોફાનને પગલે અત્યંત તીવ્ર પવન અને ભારે વરસાદ વરસાદવાની આગાહી કરવામાં આવી છે.

મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "તોફાન શાનશાન ગુરુવાર સુધીમાં દક્ષિણ ક્યૂશુ સુધી પહોંચવાની ધારણા છે અને લેન્ડફોલ કરી શકે છે." તેમણે ચેતવણી આપી હતી કે આ વાવાઝોડું તેની સાથે તોફાની પવનો અને ઊંચા મોજા લાવી શકે છે.

ભારે વરસાદની પણ ચેતવણી

તોફાન શાનશાનના કારણે દક્ષિણ ક્યૂશુમાં 48 કલાકમાં 1100 મિલીમીટર (43 ઇંચ) વરસાદ પડવાની ધારણા છે, જે આ ક્ષેત્રની વાર્ષિક સરેરાશ કરતાં અડધી છે. જાપાન હવામાન એજન્સી (JMA) એ ક્યુશુના કાગોશિમા ક્ષેત્રમાં તોફાનો, દરિયામાં ઉંચા મોજા ઉછળવાની ચેતવણી જાહેર કરી છે

આ તોફાનના કારણે ઓટો ઉત્પાદક ટોયોટાએ તેની તમામ 14 ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરી દીધું છે. ઉપરાંત, જાપાન એરલાઇન્સે બુધવાર અને ગુરુવાર માટે 172 સ્થાનિક ફ્લાઇટ્સ અને 6 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે, જ્યારે ANAએ બુધવાર, ગુરુવાર અને શુક્રવાર માટે 219 સ્થાનિક અને 4 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે. લગભગ 25,000 મુસાફરો આ સ્થિતિથી પ્રભાવિત થયા છે.

બચાવ કામગીરી

ગામાગોરી શહેરમાં ભૂસ્ખલનથી એક ઘર દટાઇ ગયું છે જેમાં પરિવારના પાંચ સભ્યો ફસાઈ ગયા હતા. બુધવારે, બચાવકર્મીઓએ 70 વર્ષીય મહિલાને બહાર કાઢી હતી. તે બેભાન અવસ્થામાં હતી. 70 વર્ષીય અને 30 વર્ષીય બે અન્ય વ્યક્તિઓની શોધ હજુ ચાલુ છે. તાજેતરના અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે ક્લાઇમેન્ટ ચેન્જના કારણે આ પ્રદેશમાં તોફાનો દરિયાકિનારાની નજીક આવી રહ્યા છે, ઝડપથી વધી રહ્યા છે અને લાંબા સમય સુધી જમીન પર રહે છે. આ તોફાન 'એમ્પિલ' પછી આવી રહ્યું છે. તોફાન એમ્પિલે આ મહિને સેંકડો ફ્લાઇટ્સ અને ટ્રેનોને અસર કરી હતી, જોકે તેના કારણે ઓછું નુકસાન થયું હતું.

ટોપ સ્ટોરી

તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ
Explained: H-1B વિઝા બંધ કરવાની ફિરાકમાં અમેરિકા? લેબર ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં મોટો ખુલાસો 
Explained: H-1B વિઝા બંધ કરવાની ફિરાકમાં અમેરિકા? લેબર ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં મોટો ખુલાસો 
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
Embed widget