શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: ક્યાં સુધીમાં આવી શકે કે કોરોનાની રસી? બ્રિટિશ મહિલાને આડ અસર થથાં રોકાયું હતું એસ્ટ્રાજેનેકાનું પરીક્ષણ
વેક્સીન લીધા બાદ બ્રિટિશ વોલેટિંયર બીમાર થતાં કંપનીએ બુધવારે પરીક્ષણ અટકાવી દીધું હતું.
નવી દિલ્હીઃ ઓક્સફોર્ડની કોરોના રસીનું પરીક્ષણ અટકાવવામાં આવ્યા બાદ પણ કંપનીએ કહ્યું કે ક્રિસમસ સુધીમાં રસી તૈયાર થઈ શકે છે. એસ્ટ્રાજેનેકાના સીઈઓ પાસ્કલ સોરિઓટે એક ઓનલાઈન કાર્યક્રમમાં આ જાણકારી આપી હતી. તેમનું માનવું છે વેક્સીન ટ્રેક પર છે.
વેક્સીન લીધા બાદ બ્રિટિશ વોલેટિંયર બીમાર થતાં કંપનીએ બુધવારે પરીક્ષણ અટકાવી દીધું હતું. ઓક્સફોર્ડની વેક્સીન દુનિયામાં અંતિમ તબક્કામાં પહોંચનારી 9 વેક્સીનમાંથી એક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી એસ્ટ્રાજેનેકાની રસીને લઈ વધારે આશા વ્યક્ત કરવામાં આવી ચે. આ માટે લાખો ડોઝનો ઓર્ડર પણ મળી ચુક્યો છે.
સીઈઓ સિરોઆટે કહ્યું, વોલેંટિયરની બીમારીની ઓળખ કરી લેવામાં આવી છે અને સ્વતંત્ર સુરક્ષા કમિટી પાસે રિવ્યૂ અરજી મોકલી દેવામાં આવી છે. જે બાદ પરીક્ષણ ચાલુ રાખવાનો ફેંસલો લેવામાં આવશે. પરીક્ષણ રોકવાના સવાલ પર તેમણે કહ્યું, હ્યુમન ટ્રાયલ દરમિયાન આમ થવું સામાન્ય વાત છે.
એસ્ટ્રાજેનેકાની વેક્સીન AZD1222નું માનવ પરીક્ષણ 60 હજાર વોલેંટિયર પર કરવામાં આવી રહ્યું છે. આ માટે અમેરિકા, બ્રાઝીલ, બ્રિટન, દક્ષિણ આફ્રિકામાં વોલેંટિયરને સામેલ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement