શોધખોળ કરો

Russia-Ukraine War: બાઇડનની ચેતવણી- જો NATO દેશો સાથે રશિયાનું યુદ્ધ શરૂ થયુ તો ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે

નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેનમાં સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું. બાઇડને કહ્યું હતું કે અમે યુરોપમાં અમારા સહયોગીઓ સાથે ઉભા રહીશું

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે જો રશિયા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો તેને ગંભીર કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે અમેરિકા યુક્રેનમાં રશિયા સામે લડશે નહીં. નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ થશે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે.

રશિયા ક્યારેય યુક્રેનને જીતી શકશે નહીં.

 નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેનમાં સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું. 27 ફેબ્રુઆરીના રોજ મોસ્કોએ યુક્રેન, ડનિટ્સ્ક અને લુહાન્સ્કના અલગ પ્રદેશોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી હતી.

વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં જો બાઇડને કહ્યું હતું કે અમે યુરોપમાં અમારા સહયોગીઓ સાથે ઉભા રહીશું. અમે નાટોની એક એક ઇંચ જમીનનું રક્ષણ કરીશું અને અન્ય નાટો દેશોને પણ આવું કરવા પ્રેરિત કરીશું. તેમણે કહ્યું કે અમે યુક્રેનમાં રશિયા સામે યુદ્ધ નહીં લડીએ. નાટો અને રશિયા વચ્ચેનો સીધો મુકાબલો ત્રીજું વિશ્વ યુદ્ધ છે. આપણે આને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ.

નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) એ 30 નોર્થ અમેરિકન અને યુરોપિયન દેશોનું જૂથ છે. નાટો અનુસાર, તેનો હેતુ રાજકીય અને લશ્કરી માધ્યમો દ્વારા તેના સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાની ખાતરી આપવાનો છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયન દારૂ, સીફૂડ અને હીરા સહિત અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. બાઇડને કહ્યું કે પુતિનનો સામનો કરવા માટે વિશ્વ એક થઇ  રહ્યું છે.

નોંધનીય છે કે અમેરિકાએ રશિયન તેલ અને ગેસ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધમાં યુરેનિયમ સામેલ નથી, એટલે કે અમેરિકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે રશિયા પાસેથી યુરેનિયમ આયાત કરવાનું ચાલુ રાખશે. યુએસ અને અન્ય દેશોના પ્રતિબંધોને પગલે રશિયન રૂબલ છેલ્લા મહિનામાં યુએસ ડોલર સામે 76% ઘટ્યો છે, જે યુક્રેનમાં લાંબા સમય સુધી યુદ્ધ ચલાવવાની પુતિનની ક્ષમતાને નષ્ટ કરી શકે છે.

મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો વૈશ્વિક વેપાર માટે આધારરેખા છે, જે સુનિશ્ચિત કરે છે કે વિશ્વ વેપાર સંગઠનના દેશો સાથે સમાન રીતે વર્તે છે. વિકાસશીલ અર્થતંત્ર તરીકેની સ્થિતિને કારણે કેટલાક દેશોને WTOમાં વિશેષ વિશેષાધિકારો છે. અમેરિકા તરફથી  MFNનો દરજ્જો ના મળતા રશિયા ક્યુબા અને ઉત્તર કોરિયાની રેન્કમાં  સામેલ થઇ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું
તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?
તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?
US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર
US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર
ભારતને જેટલું તેલ જોઈએ તેટલું અમેરિકા આપવા તૈયાર,અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોની મોટી જાહેરાત
ભારતને જેટલું તેલ જોઈએ તેટલું અમેરિકા આપવા તૈયાર,અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ, પોલિટિશિયન અને પ્રોહિબિશન
Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કોણ બોલ્યુ અપશબ્દ?
Ahmedabad FAKE PSI: અમદાવાદમાં AI ટેક્નોલોજીની મદદથી નકલી PSI બની યુવતીઓને ઠગનાર આરોપી ઝડપાયો
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય: 111 કર્મચારીઓની બદલી, જુઓ આખુ લિસ્ટ
ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય: 111 કર્મચારીઓની બદલી, જુઓ આખુ લિસ્ટ
IPL 2026: પ્લેઓફમાં 1 સ્થાન માટે 4 ટીમો વચ્ચે કાંટાની ટક્કર, જાણો સંપૂર્ણ પ્લેઓફ સમીકરણ
IPL 2026: પ્લેઓફમાં 1 સ્થાન માટે 4 ટીમો વચ્ચે કાંટાની ટક્કર, જાણો સંપૂર્ણ પ્લેઓફ સમીકરણ
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 3.83 સુધી પહોંચશે તો કેટલો વધશે લઘુત્તમ પગાર? જાણો નવો આંકડો
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 3.83 સુધી પહોંચશે તો કેટલો વધશે લઘુત્તમ પગાર? જાણો નવો આંકડો
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના આ 7 જિલ્લામાં વરસાદનું એલર્ટ, તો આ જિલ્લામાં ભીષણ ગરમી રહેશે યથાવત
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના આ 7 જિલ્લામાં વરસાદનું એલર્ટ, તો આ જિલ્લામાં ભીષણ ગરમી રહેશે યથાવત
Embed widget