શોધખોળ કરો
Advertisement
મેલાનિયાને આ યુવક સાથે અફેર હોવાથી ટ્રમ્પને આપી રહી છે ડિવોર્સ? જાણો વાયરલ તસવીરમાંનો યુવક છે કોણ?
આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને આ યુવક મેલાનિયાનો ‘સીક્રેટ લવર’ છે કે શું એવા સવાલો લોકો કરી રહ્યા છે. આ તસવીર ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી હાર્યા બાદ એ પછી યોજાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ જાહેર કાર્યક્રમની હોવાની વાતો પણ વહેતી થઈ છે પણ વાસ્તવમાં આ તસવીર જાન્યુઆરી, 2017ની છે
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ હારી જતાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પને ગમે ત્યારે ડિવોર્સ આપશે તેવા અહેવાલો વચ્ચે મેલાનિયા ટ્રમ્પની એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં મેલાનિયા એક યુવકના હાથમાં હાથ નાંખીને ડાન્સ કરી રહી છે. મેલાનિયા આ યુવકની અત્યંત નજીક ઉભી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની અવગણના કરીને બંનેએ માસ્ક પણ નથી પહેર્યા. યુવકના ચહેરા પર સ્મિત છે અને મેલાનિયા તેની આંખોમાં આંખો નાંખીને ખોવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે.
આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને આ યુવક મેલાનિયાનો ‘સીક્રેટ લવર’ છે કે શું એવા સવાલો લોકો કરી રહ્યા છે. આ તસવીર ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી હાર્યા બાદ એ પછી યોજાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ જાહેર કાર્યક્રમની હોવાની વાતો પણ વહેતી થઈ છે પણ વાસ્તવમાં આ તસવીર જાન્યુઆરી, 2017ની છે.
અમેરિકામાં દર વર્ષે યોજાતા ધ સેલ્યુટ ટુ અવર આર્મ્ડ સર્વિસીસ બોલ કાર્યક્રમ દરમિયાન મેલાનિયાએ એ વખતે 29 વર્ષના સાર્જન્ટ જોસ મેડિના સાથે ડાન્સ કર્યો હતો. યુ.એસ. આર્મી સ્ટાફ સાર્જન્ટ મેડિના પ્યુર્ટો રિકોનો છે અને ઈરાક-અફઘાનિસ્તાનમાં અમેરિકન આર્મી વતી લડી ચૂક્યો છે. મેલાનિયાની આ જૂની તસવીરને વાયરલ કરીને મેડિનો તેનો ‘સીક્રેટ લવર’ હોવાની વાતો ચલાવાઈ રહી છે.
મેલાનિયાએ અર્લિંગટન નેશનલ સેમેટરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ પકડવાના બદલે એક સૈનિકના હાથમાં હાથ નાખ્યો હતો અને જાહેરમાં તેની સાથે જ ચાલ્યા હતાં. તેના કારણે પણ એવી વાતો વહેતી થઈ છે કે, કાર્યક્રમ દરમિયાન મેલાનિયાએ માસ્ક પહેર્યા વિના એક સૈનિકના હાથમાં હાથ નાંખીને ડાન્સ કર્યો હતો અને તેની અત્યંત નિકટ ઉભી રહીને તેની આંખોમાં આંખો નાંખીને ખોવાઈ ગઈ હતી.
આ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે માસ્ક પહેર્યા ન હતા પણ તમામ સૈનિકોએ માસ્ક લગાવ્યા હતા. આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે કે જેમાં સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આઆવે છે અને પૂર્વ સૈનિકોને સન્માનિત કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement