Nepal Flood: નેપાળમાં પૂરમાં અત્યાર સુધી 157 મોત, 700થી વધુ ગુમ, 133 ભારતીયો સામેલ
નેપાળના રસુવા ક્ષેત્રમાં ભોટેકોશી નદીમાં આવેલા ભયંકર પૂરના કારણે વ્યાપક વિનાશ થયો છે. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં લગભગ 157 લોકો મૃત્યુ પામ્યા છે

નેપાળના રસુવા ક્ષેત્રમાં ભોટેકોશી નદીમાં આવેલા ભયંકર પૂરના કારણે વ્યાપક વિનાશ થયો છે. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં લગભગ 157 લોકો મૃત્યુ પામ્યા છે અને 700થી વધુ લોકો ગુમ થયા છે જેમાં 133 ભારતીયો સામેલ છે. પૂરના કારણે ઘણા વિસ્તારોમાં પરિવહન અને સંદેશાવ્યવહાર માળખાને ભારે અસર થઈ છે. સરકારી આંકડાઓ અનુસાર, 35 પુલ અને 45 ઝૂલતા પુલ ધોવાઈ ગયા છે, જેના કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક ખોરવાઈ ગયો છે. 13 જળવિદ્યુત પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે અને ઘણા વાહનો જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા છે. નેપાળ સેનાએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 250થી વધુ લોકોને બચાવ્યા છે. નેપાળમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે, જેમાં 139 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.
VIDEO | Massive flash floods in a border area of Nepal and China on Wednesday killed at least 160 people and left hundreds of tourists, workers and others missing after sweeping through communities and bringing travel in some areas to a halt. Experts said an avalanche from a… pic.twitter.com/2oHc19FylR
— Press Trust of India (@PTI_News) August 26, 2026
પીએમ મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો હતો. ભારત શક્ય તેટલી માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા રાહત પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે અને NDRF ટીમોને તૈનાત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. નેપાળે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
20 NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે
20 NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ચીનના ત્રણ સહિત આશરે 157 લોકો મૃત્યુ પામ્યા છે અને 133 ભારતીયો સહિત આશરે 700થી વધુ લોકો ગુમ છે. ગુમ થયેલા ભારતીયોમાં મોટાભાગના કૈલાશ-માનસરોવર યાત્રાળુઓ છે. ચીની અને નેપાળી અધિકારીઓએ ભય વ્યક્ત કર્યો છે કે મૃત્યુઆંક વધી શકે છે અને ભારે વિનાશ થશે.
નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે સંસદમાં જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ સવારે 8:37 વાગ્યે તિબેટમાં ભૂકંપ આવ્યો હતો અને ત્રણ મિનિટ પછી અચાનક પૂર આવ્યું હતું, જે સૂચવે છે કે ભૂકંપના કારણે ગ્લેશિયર ફાટ્યો હોઈ શકે છે, જેના કારણે પૂર આવ્યું છે.
Before You Go
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'





















