શોધખોળ કરો

નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત

Nepal Helicopter Crash: મંગળવારે સવારે નેપાળના માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહેલા બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈને ક્રેશ થયાં, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નેપાળના એવરેસ્ટ ક્ષેત્રમાં બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા.
  • ફેરીચે હેલિપેડ પર ઉતરાણ દરમિયાન ટક્કરમાં એકનું મોત થયું.
  • મૃતક વિદેશી નાગરિક હતા, એક અન્ય વ્યક્તિ ઘાયલ થયા.
  • ફિશટેલ અને ડાયનેસ્ટી એરના હેલિકોપ્ટરના રોટર બ્લેડ અથડાયા.

Nepal Helicopter Crash: મંગળવારે સવારે નેપાળના માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહેલા બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈને ક્રેશ થયાં, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ભારતના પડોશી દેશ નેપાળમાં, ઊંચાઈ પર આવેલા એક એવિએશન હબ પર લેન્ડિંગ કરતી વખતે બે હેલિકોપ્ટર અથડાયાં, જેના પરિણામે એક વ્યક્તિનું મોત નીપજ્યું. નેપાળી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે સવારે (3 નવેમ્બર) માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાં બની હતી, જ્યારે ફેરીચે (Pheriche) ખાતે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈને ક્રેશ થયાં હતાં.

આ પણ વાંચો....ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી

નેપાળ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. હિમાલયી દેશની પોલીસે જણાવ્યું કે આ ઘટના રાજધાની કાઠમંડુથી 250 કિમી દૂર આવેલા સોલુખુમ્બુના એક હેલિપોર્ટ પર બની હતી. આ ટક્કરની હોવાનું જણાતું એક વીડિયો ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

નેપાળના CAA એ શું જણાવ્યું?

ફેરીચે હેલિપેડ પર ફિશટેલ એર અને ડાયનેસ્ટી એર દ્વારા સંચાલિત હેલિકોપ્ટરો વચ્ચે ટક્કર થઈ ગઈ. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (Civil Aviation Authority) અનુસાર, જ્યારે આ બંને હેલિકોપ્ટર લેન્ડિંગ માટે હેલિપેડ નજીક આવી રહ્યા હતા, ત્યારે તેમના રોટર બ્લેડ એકબીજા સાથે અથડાઈ ગયા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એ ક્ષણ કેદ થઈ છે જ્યારે વિમાન એકબીજાની ખૂબ જ ખતરનાક રીતે નજીક આવી ગયા, જેના કારણે તેમના રોટર બ્લેડ આપસમાં ટકરાઈ ગયા.

સોલુખુંબુ જિલ્લા પોલીસ કાર્યાલયના ડીએસપી નવીનરાજ બુઢાથોકીએ જણાવ્યું કે આ અકસ્માત ત્યારે થયો, જ્યારે બંને હેલિકોપ્ટર ખુમ્બુ પાસાંગ લ્હામુ ફેરીચે હેલિપેડ પર ઉતરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક એક વિદેશી નાગરિક હતા, પરંતુ હજુ સુધી તેની ઓળખ અને રાષ્ટ્રીયતા જાણી શકાઈ નથી. બાદમાં શબને એક હેલિકોપ્ટર મારફતે લુકલા લઈ જવામાં આવ્યું.

આ ટક્કરમાં ઘાયલ થયેલી એક અન્ય વ્યક્તિને સારવાર માટે બીજા હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવી. એવિએશન ઓથોરિટીના સૂચના અધિકારી જ્ઞાનેન્દ્ર ભૂલે ટક્કરની પુષ્ટિ કરી અને જણાવ્યું કે અધિકારીઓ આ ઘટના અંગે વધુ માહિતી એકઠી કરી રહ્યા છે. જોકે ટક્કર કઈ પરિસ્થિતિઓમાં થઈ, તે વિશે અત્યારે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. નેપાળમાં પ્રવાસીઓ અને પર્વતારોહકોને લાવવા-લઈ જવા, જરૂરી સામાન પહોંચાડવા અને ઈમરજન્સી રેસ્ક્યૂ કામગીરી માટે અવારનવાર નાના હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવે છે.

Frequently Asked Questions

નેપાળમાં હેલિકોપ્ટર દુર્ઘટના ક્યાં થઈ?

આ દુર્ઘટના નેપાળના માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાં આવેલા ફેરીચે ખાતે બની હતી. તે રાજધાની કાઠમંડુથી લગભગ 250 કિમી દૂર સોલુખુમ્બુના એક હેલિપોર્ટ પર થઈ હતી.

હેલિકોપ્ટર એકબીજા સાથે કેવી રીતે અથડાયા?

ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ કરતી વખતે, ફિશટેલ એર અને ડાયનેસ્ટી એર દ્વારા સંચાલિત બે હેલિકોપ્ટરના રોટર બ્લેડ એકબીજા સાથે ટકરાયા, જેના કારણે તેઓ ક્રેશ થયા.

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હતી?

હા, આ દુર્ઘટનામાં એક વિદેશી નાગરિકનું મૃત્યુ થયું હતું, જેની ઓળખ અને રાષ્ટ્રીયતા જાણી શકાઈ નથી. ઉપરાંત, એક અન્ય વ્યક્તિ ઘાયલ થઈ હતી જેને સારવાર માટે લઈ જવામાં આવી.

દુર્ઘટના ક્યારે બની હતી?

આ દુર્ઘટના મંગળવારે સવારે (3 નવેમ્બર) બની હતી, જ્યારે બંને હેલિકોપ્ટર ખુમ્બુ પાસાંગ લ્હામુ ફેરીચે હેલિપેડ પર ઉતરી રહ્યા હતા.

Advertisement

ટોપ સ્ટોરી

Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?
Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
પુતિન 'ભારે દબાણ હેઠળ', UK ઇન્ટેલિજન્સની વૉર્નિંગ- રશિયાના એક ખોટા પગલાથી થઇ જશે ત્રીજું વિશ્વયુદ્ધ
પુતિન 'ભારે દબાણ હેઠળ', UK ઇન્ટેલિજન્સની વૉર્નિંગ- રશિયાના એક ખોટા પગલાથી થઇ જશે ત્રીજું વિશ્વયુદ્ધ
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Advertisement

વિડિઓઝ

Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત
Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો
Navsari: વાંસદાના કેળકચ્છ ગામે 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે
શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ

Embed widget