શોધખોળ કરો

'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી

નેપાળમાં ત્રિશૂલીના 3A હાઈડ્રોપાવર પ્રોજેક્ટના કાટમાળમાં ફસાયેલા બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ બંનેને જીવતા બચાવી લેવાયા છે. પરિવારના સભ્યોએ ભગવાનનો આભાર માન્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નેપાળ પૂર: 9 દિવસ બાદ સુરંગમાંથી બે લોકોને બચાવ્યા.
  • સંજય શાહ, કબીર મહાર્જન 'હરે કૃષ્ણ' જાપ કરતા રહ્યા.
  • બચાવ ટીમને અન્ય અવાજો સંભળાતા વધુ જીવિતની આશા.
  • પૂરથી 1282 મૃત્યુ, 5300 થી વધુ લોકો ગુમ.

Nepal Floods: નેપાળમાં પૂરની તબાહીના 9 દિવસ વીતી ચૂક્યા છે, તેવામાં બચાવ કામગીરી ચાલુ છે. આ દરમિયાન એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. 26 ઓગસ્ટના રોજ આવેલા પૂર પછી ત્રિશૂલીના 3A હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સુરૂંગમાં ચાલી રહેલી બચાવ કામગીરી દરમિયાન બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે.

 

બચાવ કામગીરી પછી બહાર કાઢવામાં આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે તેઓ સતત 'હરે કૃષ્ણ' મંત્રનો જાપ કરતા રહ્યા હતા. સાથે જ તેમને સુરક્ષિત બહાર નીકળવાની આશા હતી. બીજી તરફ, બચાવ ટીમે જણાવ્યું કે કામગીરી દરમિયાન સુરૂંગની અંદરથી એક કરતાં વધુ લોકોના અવાજ સંભળાયા હતા, ત્યારબાદ તેમને બહાર કાઢવામાં આવ્યા. આનાથી બાકીના લોકો પણ જીવતા હોવાની આશા જાગી છે.

આ પણ વાંચો...Oil Reserves: આખી દુનિયામાં હવે કેટલું તેલ બચ્યું, કેટલા વર્ષ સુધી થશે સપ્લાય ?

શુક્રવારે બચાવાયેલા આ બે લોકોની ઓળખ સંજય શાહ અને કબીર મહાર્જન તરીકે થઈ છે. સંજય શાહ આ પ્રોજેક્ટના મિકેનિકલ ફોરમેન છે, જ્યારે કબીર આ પ્રોજેક્ટમાં મિકેનિકલ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. બંનેના પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી છે.

ભગવાન કૃષ્ણ અને હનુમાનજીનો જાપ કરતા રહ્યા: પરિવારજનો

આ અંગે બચાવી લેવાયેલા કબીર મહાર્જનના પત્ની હીરા શોભા મહાર્જન, કબીર મહાર્જનના બહેન અને બચાવાયેલા સંજય શાહના સગા દેવ કુમાર શાહ સાથે વાતચીત કરી. દેવ કુમાર શાહે જણાવ્યું, સંજય સાથે મુલાકાત થઈ છે. આજે કૃષ્ણ જન્માષ્ટમી છે. તેમણે પણ 9 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજીના નામનો જાપ કર્યો અને ભગવાનના નામનો જાપ કરવાથી જ તેમને હિંમત મળી.

કબીર મહાર્જનના બહેને કહ્યું, અમે ખૂબ જ ખુશ છીએ. અમે તેમને મળવા આવ્યા છીએ. અમારી ખુશીનો કોઈ પાર નથી. તેઓ 9 દિવસ સુધી સુરૂંગમાં ફસાયેલા રહ્યા હતા. આ એક ચમત્કાર છે. અમે તો એક વાર આશા જ છોડી દીધી હતી. જ્યારે આ સમાચાર મળ્યા, ત્યારે મેં હમણાં જ પૂજા કરી હતી. પછી મેં મારી બીજી બહેનોને ફોન કર્યો. મારા ભાઈના સુરક્ષિત પાછા આવવા પર ભગવાનનો આભાર માન્યો.

તમને જણાવી દઈએ કે, પૂરને કારણે અત્યાર સુધીમાં 5,300 થી વધુ લોકો ગુમ થયા છે. કુલ 1,282 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે રાહત અને બચાવ ટીમોએ 12,038 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

Frequently Asked Questions

નેપાળ પૂર પછી ક્યાંથી બે લોકોને જીવતા બચાવવામાં આવ્યા છે?

26 ઓગસ્ટના રોજ આવેલા પૂર પછી ત્રિશૂલીના 3A હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સુરૂંગમાંથી બે લોકોને જીવતા બચાવવામાં આવ્યા છે. આ બચાવ કામગીરી પૂરની તબાહીના 9 દિવસ પછી થઈ હતી.

પૂરની તબાહીમાંથી બચાવાયેલા બે લોકો કોણ છે?

શુક્રવારે બચાવાયેલા બે લોકો સંજય શાહ (મિકેનિકલ ફોરમેન) અને કબીર મહાર્જન (મિકેનિકલ સુપરવાઈઝર) છે. તેઓ ત્રિશૂલીના 3A હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં ફરજ બજાવતા હતા.

સુરૂંગમાંથી બચાવાયેલા લોકોએ કેવી રીતે હિંમત ટકાવી રાખી?

બચાવેલા વ્યક્તિઓએ જણાવ્યું કે તેઓ સતત 'હરે કૃષ્ણ' મંત્રનો જાપ કરતા રહ્યા હતા. તેમના પરિવારજનોએ પણ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજીના જાપ કરવાથી તેમને હિંમત મળી.

નેપાળના પૂરથી અત્યાર સુધીમાં કેટલી જાનહાનિ થઈ છે?

અત્યાર સુધીમાં 5,300 થી વધુ લોકો ગુમ થયા છે અને 1,282 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાહત અને બચાવ ટીમોએ કુલ 12,038 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

Advertisement

ટોપ સ્ટોરી

રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
આ છે પાકિસ્તાનનો તાજમહેલ, હિન્દુ ઉદ્યોગપતિએ પોતાના પ્રેમ માટે કરાવ્યું હતું નિર્માણ
આ છે પાકિસ્તાનનો તાજમહેલ, હિન્દુ ઉદ્યોગપતિએ પોતાના પ્રેમ માટે કરાવ્યું હતું નિર્માણ
સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત
સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget