શોધખોળ કરો

વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝ પર લગાવેલી નાકાબંધીને ઈઝરાયલનું સમર્થન; ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે વાતચીત બાદ નેતન્યાહૂના તેવર આકરા, બીજી તરફ શરતો સાથે વાતચીત માટે ઈરાન પણ તૈયાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નેતન્યાહૂએ ઈરાન સાથે યુદ્ધવિરામ સમાપ્ત થવાની ચેતવણી આપી.
  • ઈઝરાયલનું હોર્મુઝ સ્ટ્રેટ પર યુએસ નૌકાબંધીને સમર્થન.
  • ઈરાન વાટાઘાટો માટે તૈયાર, પણ પોતાની શરતો મૂકી.
  • યુએસ ઈરાનને પરમાણુ સામગ્રી દૂર કરવા પર ભાર મૂકે છે.
  • પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે ઈરાન સાથેનો સીઝફાયર ગમે ત્યારે તૂટી શકે છે અને ઈઝરાયલે હોર્મુઝની ખાડી પર ટ્રમ્પની નાકાબંધીને ખુલ્લું સમર્થન આપ્યું છે.
  • અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથેની વાતચીત બાદ સ્પષ્ટ થયું છે કે અમેરિકા અને ઈઝરાયલનો મુખ્ય ટાર્ગેટ ઈરાનમાંથી સંવર્ધિત પરમાણુ સામગ્રી હટાવી તેને પરમાણુ શક્તિ બનતા રોકવાનો છે.
  • ઈરાને અમેરિકા સાથે બીજા રાઉન્ડની શાંતિ વાટાઘાટો માટે તૈયારી દર્શાવી છે, પરંતુ શરત મૂકી છે કે અમેરિકાએ પોતાની 'ગેરકાયદેસર' માંગણીઓ પડતી મૂકીને તેહરાનની શરતો માનવી પડશે.

Netanyahu Iran ceasefire: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર મોટા યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન સાથે ચાલી રહેલો યુદ્ધવિરામ (સીઝફાયર) હવે ગમે ત્યારે પૂરો થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝની ખાડી પર નૌકા નાકાબંધી લગાવવાના નિર્ણયને ઈઝરાયલે ખુલ્લું સમર્થન આપ્યું છે. બીજી બાજુ, પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત નિષ્ફળ ગયા બાદ, ઈરાને પણ પોતાની શરતો સાથે 2જા રાઉન્ડની વાટાઘાટો માટે તૈયારી દર્શાવી છે. આ તમામ હિલચાલ દર્શાવે છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ તંગ બની શકે છે.

નેતન્યાહૂની આકરી ચેતવણી અને નાઝી કેમ્પોનો હવાલો

નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયલ અત્યારે પોતાની તાકાતના શિખર પર છે. તેમણે ઈરાનના પરમાણુ મથકો (નાતાન્ઝ, ફોર્ડો અને બુશેહર) નો ઉલ્લેખ કરતા કહ્યું કે જો અમે લશ્કરી કાર્યવાહી ન કરી હોત, તો આ સ્થળોને પણ ઓશવિટ્ઝ અને સોબીબોર (બીજા વિશ્વયુદ્ધ વખતના કુખ્યાત નાઝી અત્યાચાર કેમ્પો) ની જેમ જ યાદ રાખવામાં આવત. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તેથી ટ્રમ્પની નાકાબંધીનો નિર્ણય એકદમ સાચો છે.

અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે વાતચીત

ઈઝરાયલના પીએમે વધુમાં જણાવ્યું કે તેમની અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે ફોન પર વિગતવાર વાત થઈ છે. વાન્સે તેમને ખાતરી આપી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાનો મુખ્ય ટાર્ગેટ ઈરાનમાંથી તમામ સંવર્ધિત (Enriched) પરમાણુ સામગ્રીને હટાવવાનો છે, અને એ સુનિશ્ચિત કરવાનું છે કે આવનારા દાયકાઓ સુધી ઈરાન પરમાણુ સંવર્ધન ન કરી શકે.

વાતચીત માટે ઈરાન પણ તૈયાર, પણ મૂકી શરતો

આ બધા ટેન્શન વચ્ચે ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન અમેરિકા સાથે શાંતિ વાટાઘાટોના 2જા રાઉન્ડ માટે તૈયાર છે, પરંતુ શરત એ છે કે અમેરિકા કોઈ ગેરકાયદેસર માંગણીઓ ન કરે અને તેહરાનની શરતો માને. ફતાલીએ પશ્ચિમ એશિયાની સ્થિતિ વિશે વાત કરતા એમ પણ કહ્યું કે, આ ક્ષેત્રમાં ભારત અને ઈરાનનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે.

Frequently Asked Questions

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાન વિશે શું ચેતવણી આપી છે?

નેતન્યાહુએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન સાથે ચાલી રહેલો યુદ્ધવિરામ ગમે ત્યારે પૂરો થઈ શકે છે. તેમણે ઈરાનના પરમાણુ મથકોનો પણ ઉલ્લેખ કર્યો.

ઈઝરાયલે અમેરિકાના કયા નિર્ણયને સમર્થન આપ્યું છે?

ઈઝરાયલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝની ખાડી પર નૌકા નાકાબંધી લગાવવાના નિર્ણયને ખુલ્લું સમર્થન આપ્યું છે.

ઈરાન અમેરિકા સાથેની વાતચીત માટે શું ઈચ્છે છે?

ઈરાન અમેરિકા સાથે શાંતિ વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે તૈયાર છે, પરંતુ શરત એ છે કે અમેરિકા કોઈ ગેરકાયદેસર માંગણીઓ ન કરે અને તેહરાનની શરતો માને.

અમેરિકાનો ઈરાન વિશે મુખ્ય ટાર્ગેટ શું છે?

અમેરિકાનો મુખ્ય ટાર્ગેટ ઈરાનમાંથી તમામ સંવર્ધિત પરમાણુ સામગ્રીને હટાવવાનો છે અને આવનારા દાયકાઓ સુધી ઈરાન પરમાણુ સંવર્ધન ન કરી શકે તે સુનિશ્ચિત કરવાનું છે.

ટોપ સ્ટોરી

France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
Embed widget