શોધખોળ કરો

Covid Alert! કોરોના વાયરસના નવા વેરિઅન્ટે વધારી ચિંતા, આ દેશના રાષ્ટ્રપતિ થયા સંક્રમિત

આ નવો વેરિઅન્ટ ઓસ્ટ્રેલિયાના કેટલાક શહેરોમાં જોવા મળ્યો છે, જે LP.8.1 છે. રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે.

Covid-19 New Variant : કોરોના વાયરસના નવા વેરિઅન્ટે ફરી એકવાર દુનિયાની ચિંતામાં વધારી કરી દીધો છે. આ નવા વેરિઅન્ટના કેસ અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે વૈજ્ઞાનિકો અને તબીબી નિષ્ણાતો સતર્ક થઈ ગયા છે. આ નવો વેરિઅન્ટ ઓસ્ટ્રેલિયાના કેટલાક શહેરોમાં જોવા મળ્યો છે, જે LP.8.1 છે. રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના પાંચમાંથી એક કેસ માટે આ નવા વેરિઅન્ટને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. યુનાઇટેડ કિંગડમ (યુકે) ના કેટલાક શહેરોમાં પણ તેના કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે નવો પ્રકાર કેટલો ખતરનાક છે અને તેના વિશે ચિંતા કરવાની જરૂર છે કે નહીં.

પાકિસ્તાની રાષ્ટ્રપતિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

કોવિડનો નવો વેરિઅન્ટ પાડોશી દેશ પાકિસ્તાનમાં પહોંચી ગયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર છે. 'ધ ડોન'ના અહેવાલ મુજબ, કોવિડ પોઝિટિવ મળ્યા બાદ ઝરદારી આઇસોલેશનમાં છે. ડોક્ટરોનું કહેવું છે કે શ્વાસ લેવામાં તકલીફ અને તાવ આવતા તેમને કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઝરદારી અગાઉ જૂલાઈ 2022માં પણ કોરોનાનો ભોગ બન્યા હતા. જોકે, તેઓ કોરોનાના કયા વેરિઅન્ટનો ભોગ બન્યા છે તે જાણી શકાયું નથી.

કોરોનાના નવા વેરિઅન્ટ LP.8.1 કેટલો ખતરનાક છે?

LP.8.1 સૌપ્રથમ જૂલાઈ 2024માં મળી આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ ત્યારે કહ્યું હતું કે આ ઓમિક્રોનના KP.1.1.3નો સબ વેરિઅન્ટ છે જેના કેસ અગાઉ પણ જોવા મળ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, જાન્યુઆરી 2025 માં LP.8.1 ને 'વેરિઅન્ટ અંડર મોનિટરિંગ' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. ઓમિક્રોન અને તેના પેટા પ્રકારો શરીરની રોગપ્રતિકારક શક્તિને ઘટાડીને લોકોને ચેપ લગાવે છે.  જોકે, ઓમિક્રોનને ગંભીર રોગો ફેલાવતો માનવામાં આવતો નથી.

નવા પ્રકારથી કેટલું નુકસાન થઈ શકે છે

નિષ્ણાતોના મતે, LP.8.1 ના સ્પાઇક પ્રોટીનમાં 6 મ્યૂટેશન છે, આ આધારે વૈજ્ઞાનિકો માને છે કે તે આપણા કોષો સાથે વધુ સરળતાથી જોડાઈ શકે છે. તેમાં V445R નામનું પરિવર્તન જોવા મળ્યું છે, જે તેને અન્ય પ્રકારો કરતાં વધુ સરળતાથી ફેલાવવાની ક્ષમતા આપે છે.

V445R ફેફસાના કોષોને નુકસાન પહોંચાડી શકે છે. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે LP.8.1ના લક્ષણો અન્ય પેટા પ્રકારો કરતાં વધુ ગંભીર નથી, તેથી તેને હાલમાં વધુ ખતરનાક માનવામાં આવતું નથી.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ
બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

Embed widget