શોધખોળ કરો
Advertisement
ચીનનું ટ્રમ્પ પર નિશાન, કહ્યું- ભારત સાથે સીમા પર સ્થિતિ સ્થિર, ત્રીજા પક્ષની મધ્યસ્થતાની નથી કોઈ જરૂર
મોદી અને ટ્રમ્પ વચ્ચે ભારત-ચીન સરહદ પર થયેલી વાતચીતને લઈ ચીનની આ પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા છે.
નવી દિલ્હીઃ ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને ત્રીજા પક્ષની મધ્યસ્થતાની કોઈ જરૂર ન હોવાનું જણાવ્યું છે. ચીને કહ્યું, બંને દેશો વચ્ચે સરહદ મુદ્દે ચાલતા તણવાને વાતચીત દ્વારા પણ ઉકેલી શકાય છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝાને કહ્યું, ભારતને લગતી સરહદને લઈ ચીનની સ્થિતિ સુસંગત અને સ્પષ્ટ છે. બંને દેશોએ તેમના નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સહમતિને ઈમાનદારીથી કાર્યરત કરી છે. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે થયેલી વાતચીત સંબંધિત એક સવાલનો જવાબ આપતાં તેમણે આમ જણાવ્યું હતું.
ઝાઓએ કહ્યું, ભારત અને ચીન પાસે સીમા સંબંધી સંપૂર્ણ તંત્ર અને સંપર્ક વ્યવસ્થા છે. અમારી પાસે મંત્રણા અને ચર્ચા દ્વારા મુદ્દાનું સમાધાન કરવાની ક્ષમતા છે. તેમને (ડોનાલ્ડ ટ્રમ્પ) જઈને કહો કે, કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની જરૂર નથી.
મોદી અને ટ્રમ્પ વચ્ચે ભારત-ચીન સરહદ પર થયેલી વાતચીતને લઈ ચીનની આ પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા છે. ટ્રમ્પે ગત સપ્તાહે એક ટ્વિટમાં કહ્યું હતું કે, અમે બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરવા તૈયાર, ઈચ્છુક અને સક્ષમ છીએ. ભારત અને ચીન બંને ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફર ફગાવી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement