શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનઃ ચીની એમ્બેસી પાસે વિસ્ફોટ બાદ ફાયરિંગ, બે પોલીસ જવાન શહીદ
કરાચીઃ પાકિસ્તાનના કરાચીમાં આવેલ ચીનની એમ્બેસી બહાર બહાર શુક્રવારે સવારે આતંકી હુમલો થયો છે. અહીંયા કેટલાક હુમલાખોરોએ બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં પાકિસ્તાન પોલીસના બે સુરક્ષાકર્મીઓનાં મોત નીપજ્યા છે, જ્યારે એક હુમલાખોરને પણ ઠાર કર્યો છે. ઠાર કરેલ આતંકી પાસેથી સુસાઇડ જેકેટ અને હથિયાર પણ મળ્યા છે.
આ ધડાકો ભારતીય સમય પ્રમાણે સવારે 10 કલાકે (પાક. સમય પ્રમાણે 9.30) થયો. બાદમાં ગોળીબાર પણ થયો. ગોળીબાર બંને બાજુએથી થઈ રહ્યો છે. આ વિસ્તારને રેડ ઝોન કહેવામાં આવે છે.
અહીં અનેક દેશોની એમ્બેસી આવેલી છે. આ બ્લાસ્ટ કરાચીના ક્લિફ્ટોન વિસ્તારમાં થયો છે. આ વિસ્તારને કરાચી પોલીસ અને પાક રેન્જર્સ દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં ઘણાં બ્લાસ્ટ થયા છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે 3-4 હુમલાખોરોએ ચીન એમ્બેસીમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ સેનાએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. નોંધનીય છે કે, ચીન એમ્બેસી કરાચીના ક્લિફ્ટોન વિસ્તારના બ્લોક 4માં આવેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement