શોધખોળ કરો
Advertisement
ન્યુઝ ચેનલના લાઈવ શોમાં PM ઈમરાન ખાનની પાર્ટીના નેતાએ પત્રકારને ધોઈ નાખ્યો? જુઓ આ રહ્યો Live Video
પીટીઆઈના નેતા મસરૂર અલી સિયાલે કરાચી પ્રેસ કલબના અધ્યક્ષ ઈમ્તિયાઝ ખાન ફરનને લાઈવ શોમાં માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતાએ ન્યૂઝ ચેનલમાં ચાલી રહેલા લાઈવ શોમાં પત્રકારને માર માર્યો હતો. પીટીઆઈના નેતા મસરૂર અલી સિયાલે કરાચી પ્રેસ કલબના અધ્યક્ષ ઈમ્તિયાઝ ખાન ફરનને લાઈવ શોમાં માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો પૂછી રહ્યાં છે કે, શું આ જ નવું પાકિસ્તાન છે?
મસરૂર અને ઈમ્તિયાઝ ન્યૂઝ લાઈન વિથ આફતાબ મુઘેરી શોમાં હાજર રહ્યાં હતા. બંને વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. ગુસ્સામાં સિયાલે ઈમ્તિયાઝની સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત વધુ બે મહેમાનો પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
વીડિયો વાયરલ થયાં બાદ સોશિયલ મીડિયા પર ઈમરાન ખાન અને તેમની પાર્ટીની નિંદા થઈ રહી છે. પત્રકાર નાયલા ઈનાયતે લખ્યું હતું કે, શું આ જ નવું પાકિસ્તાન છે? વોઈસ ઓફ કરાચીના સભ્ય વાસઇ જલીલે લખ્યું હતું કે, થોડાં દિવસ પહેલાં પીટીઆઈના મંત્રી ફવાદ ચૌધરીએ સમી અબ્રાહમને થપ્પડ મારી હતી, હવે આ થયું. અવિશ્વસનિયIs this Naya Pakistan? PTI's Masroor Ali Siyal attacks president Karachi press club Imtiaz Khan on live news show. pic.twitter.com/J0wPOlqJTt
— Naila Inayat नायला इनायत (@nailainayat) June 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement