શોધખોળ કરો
Advertisement
ચારેબાજુથી ફસાયેલુ પાકિસ્તાન હવે ભારત સામે કરશે આ મોટી કાર્યવાહી, જાણો વિગતે
સિદ્ધાંતિક રીતે પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં લઇ જવાનો નિર્ણય કર્યો છે
ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આતંકને પોષનારુ પાકિસ્તાન હવે ચારેય બાજુથી ઘેરાઇ ગયુ છે, ગભરાઇ ગયેલા પાકિસ્તાને ભારત સામે મોટી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. પાકિસ્તાન હવે કાશ્મીર મુદ્દાને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં લઇ જશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સામે પાકિસ્તાનને કૂટનીતિક જંગમાં દરેક જગ્યાએ હાર અને હતાશા સાંપડી છે. સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે ચીનની સાથે સાથે પાકિસ્તાનને પણ પછડાટ મળતા હવે પાકિસ્તાન ભારતને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઘસેડવાની ધમકી આપી રહ્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહસૂદ કુરેશીએ કહ્યું કે, સિદ્ધાંતિક રીતે પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં લઇ જવાનો નિર્ણય કર્યો છે, તેમને કહ્યું કે બધા કાયદાકીય નિયમો પર વિચાર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન ઇમરાન ખાનની વિશેષ સહાયક ફિરદૌસ આશિક અવાને જણાવ્યુ કે, કેબિનેટ સિદ્ધાંતિક રીતે કાશ્મીર મુદ્દાને આઇસીજેમાં લઇ જવાને મંજૂરી આપી દીધી છે. તેમને કહ્યું કે, કાશ્મીરમાં માનવાધિકારના કથિત ઉલ્લંબઘનના આધાર પર મામલો નોંધવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement