શોધખોળ કરો

પેરાગ્લાઇડિંગ કરતા થયો આધાતજનક અનુભવ, પેરાલાઇડર સાથે અથડાયું પ્લેન, જુઓ દિલધડક વીડિયો

એક ચોંકાવનારી ઘટનામાં ઓસ્ટ્રેલિયાના આલ્પ્સમાં બની છે. અહીં પેરાગ્લાઇડર સાથે પ્લેન અથડાતાં એક મહિલા હવામાં જ ભયાનક રીતે ચક્કર ખાવા લાગી. આ ઘટનાનો વીડિયો પણ જોવા મળ્યો છે.

પેરાગ્લાઇડિંગ એક રોમાંચિત અનુભવ છે. સાહસિક પ્રવાસી માટે આ સૌથી મનગમતું એડવેન્ચર હશે પરંતુ ઓસ્ટ્રેલિયામાં એક મહિલા માટે આ અનુભવ ખૂબ જ ખતરનાક સાબિત થયો. ઓસ્ટ્રેલિયાના આલ્પ્સમાં મહિલા પેરાગ્લાઇડિંગની મોજ માણી રહી હતી તે સમયે એક પ્લેન પેરાગ્લાઇડર સાથે અથડાયું અને તે હવામાં જ ચક્કર ખાવા લાગી. આ સમગ્ર ઘટના મોબાઇલ કેમેરામાં કેપ્ચર થઇ હોવાથી સમગ્ર ઘટનાનો વીડિયોમાં જોઇ શકાય છે.  

પ્લેન પેરાગ્લાઇડર  સાથે અથડાતાં પેરાગ્લાઇડર મહિલા સાથે હવામાં બેલેન્સ ગુમાવતાં ચક્કર મારવા લાગ્યું. જો કે સદભાગ્ય મહિલાનું તાબડતોબ રેસક્યુ કરતા મહિલાનો જીવ બચી ગયો. પ્લેન અથડાતા તે  નીચે તરફ ફરવા લાગી હતી. જોકે તેણે સમયસર ઇમરજન્સી પેરાશૂટ ખોલી સલામત લેન્ડિંગ કરાયું હતું.  મળતી  માહિતી અનુસાર ઘટના ઉત્તર ઓસ્ટ્રિયાના લોકપ્રિય પેરાગ્લાઇડિંગ સ્થળ શ્મિટનહોયે પર્વત નજીક શનિવારે બપોરે બની હતી.

સાલ્ઝબર્ગ સ્ટેટ પોલીસ મુજબ, 44 વર્ષની અનુભવી પેરાગ્લાઇડર સાબ્રિના કેમેરા લગાવી ઉડાન ભરી રહી હતી ત્યારે અચાનક એક સાઇટસીંગ વિમાન તેની કેનોપીમાંથી સીધું પસાર થયું, જે તેના માથાથી માત્ર થોડા ફૂટ ઉપર હતું.  પ્રથમ વ્યક્તિ દ્વારા કૅપ્ચર કરાયેલા વીડિયોમાં અથડામણ બાદ પેરાગ્લાઇડરનું વિંગ બે ભાગમાં ફાટી જતું દેખાય છે. ત્યારબાદ સાબ્રિના નિયંત્રણ ગુમાવતા ચીસો પાડતી નીચે તરફ ઝડપથી ધસવા લાગી હતી.  મુખ્ય કેનોપી સંપૂર્ણ નુકસાન પામતાં તેણે તરત જ પોતાનું રિઝર્વ પેરાશૂટ ખોલ્યું અને પડતી વખતે તેને સફળતાપૂર્વક ડિપ્લોય કર્યું.

ઓસ્ટ્રિયન પોલીસે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને તેને મેડિકલ ચેકઅપ માટે સ્થાનિક એરપોર્ટ પર પહોંચાડી હતી. પોલીસે જણાવ્યું કે, “મોટર પ્લેનના પ્રોપેલરે પેરાગ્લાઇડરને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે અનુભવી પેરાગ્લાઇડરે પોતાનું રિઝર્વ પેરાશૂટ ખોલવું પડ્યું.”

પોલીસ અનુસાર, સદભાગ્યે આ ઘટનામાં સાબ્રિના અને વિમાનના પાઇલટ બંનેને ગંભીર ઇજા થઈ નહોતી. ઝેલ એમ સી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ 28 વર્ષીય પાઇલટે પણ જણાવ્યું હતું કે, તે અથડામણ ટાળી શક્યો નહોતો. પછી સાબ્રિનાએ ઇન્સ્ટાગ્રામ પર જર્મન ભાષામાં પોસ્ટ કરીને લખ્યું કે, “હજુ પણ મને વિશ્વાસ નથી થતો કે હું અહીં બેસીને આ લખી રહી છું. થોડા ઘા અને શરીર પર લોહી જામવાના લીલા ડાઘ પડ્યાં વિના મને  કોઈ ગંભીર ઇજા થઈ નથી.”

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી  છે. આ ઘટના પરથી હવાઈ ક્ષેત્રમાં રહેલા જોખમો તેમજ ઇમરજન્સી સાધનોના મહત્વ પર ફરી ધ્યાન ખેંચાયું છે.

Advertisement

ટોપ સ્ટોરી

ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget