PM Modi Russia Visit: આજે PM મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચે મહત્વની બેઠક, સંરક્ષણ સહિત અનેક મુદ્દા પર થશે ચર્ચા
PM Modi Russia Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત કરશે
PM Modi Russia Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત કરશે. આ બેઠકમાં વેપાર, ઉર્જા, સંરક્ષણ, ઉત્પાદન અને ખાતર સહિતના અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવાના માર્ગો પર ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસનું ધ્યાન આર્થિક મુદ્દાઓ પર રહેશે. આ સિવાય મોદી-પુતિન સમિટમાં યુક્રેન યુદ્ધ પણ મુખ્ય મુદ્દો બની શકે છે.
Furthering 🇮🇳-🇷🇺 friendship!
— PMO India (@PMOIndia) July 8, 2024
President Putin hosted PM @narendramodi at the Novo-Ogaryovo in Moscow. pic.twitter.com/iPfDvRswVd
મળતી માહિતી મુજબ આ શિખર વાર્તામાં યુક્રેન યુદ્ધને લઇને વડાપ્રધાન મોદી રશિયન રાષ્ટ્રપતિને એ વાત પર પણ ભાર મૂકશે કે યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ મળશે નહીં.
યુક્રેન યુદ્ધ પછી રશિયાની પ્રથમ મુલાકાત
ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ મુલાકાત છે અને પીએમ તરીકે નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ મુલાકાત છે. PM મોદી આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટની સહ અધ્યક્ષતા કરશે.
At the Novo-Ogaryovo residence of the President of Russia near Moscow, Vladimir Putin and Indian Prime Minister Narendra Modi, who is on a two-day official visit to Russia, hold an informal meeting.
— ANI (@ANI) July 9, 2024
The talks will cover prospects for further development of the traditionally… pic.twitter.com/HnzCxukLNt
પુતિન અને મોદીની મુલાકાત
પીએમ મોદી સોમવારે અહીં પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીનું તેમના સત્તાવાર નિવાસસ્થાન નોવો-ઓગરિયોવો ખાતે ખાનગી બેઠકમાં સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આ બે નજીકના મિત્રો અને વિશ્વાસુ ભાગીદારોની બેઠક હતી. તેમણે લખ્યું કે આ બંને નેતાઓ માટે ભારત-રશિયા મિત્રતાની ઉજવણી કરવાની તક છે.
ભારત-રશિયાની મજબૂત ભાગીદારી
મોસ્કો પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ભારત-રશિયા ભાગીદારીને વધુ મજબૂત કરવા આતુર છે. બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોથી આપણા લોકોને ઘણો ફાયદો થશે. છેલ્લી સમિટ 6 ડિસેમ્બર, 2021ના રોજ દિલ્હીમાં યોજાઈ હતી. રાષ્ટ્રપતિ પુતિન સમિટમાં ભાગ લેવા ભારત પહોંચ્યા હતા.