શોધખોળ કરો
Advertisement
USની ધરતી પર PM નરેન્દ્ર મોદીએ એવું તે શું કર્યું કે આખી દુનિયામાં તેમનાં થઈ રહ્યા છે વખાણ! જાણો વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે ગુલદસ્તો આપવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી એક પાંખડી જમીન પર પડી ગઈ હતી અને મોદીને ખ્યાલ આવ્યો કે તેમના હાથમાંથી કોઈ વસ્તુ જમીન પર પડી ગઈ છે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા ત્યાં તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન નરેન્દ્ર મોદી જે કર્યું તેની ભારત સહિત દુનિયામાં ઘણી પ્રશંસા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે ગુલદસ્તો આપવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી એક પાંખડી જમીન પર પડી ગઈ હતી અને મોદીને ખ્યાલ આવ્યો કે તેમના હાથમાંથી કોઈ વસ્તુ જમીન પર પડી ગઈ છે તો તેમણે તે ઉપાડી લીધી હતી.
નરેન્દ્ર મોદી અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટેનમાં પહોંચ્યા હતાં ત્યાં એરપોર્ટ પર તેમના સ્વાગત માટે ટ્રેડ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સના ડિરેક્ટર ક્રસ્ટોફર ઓલ્સન, ભારતમાં અમેરિકાના રાજદૂત કેન્નેથ જસ્ટર અને અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષ વર્ધન શ્રીંગલા વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ઉપસ્થિત હતા.
આ દરમિયાન નરેન્દ્ર મોદીને એક મહિલા અધિકારીએ ગુલદસ્તો આપ્યો હતો અને તેમનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ ગુલદસ્તો લીધો હતો તે દરમિયાન તેમના હાથમાંથી એક ફુલની પાંખડી જમીન પર પડી ગઈ હતી. નરેન્દ્ર મોદીને ખ્યાલ આવ્યો કે તેમના હાથમાંથી કંઈક પડી ગયું છે તેમણે તરત આ પાંખડીને જમીન પરથી ઉપાડી લીધી હતી.#WATCH United States: PM Narendra Modi arrives in Houston, Texas. He has been received by Director, Trade and International Affairs, Christopher Olson and other officials. US Ambassador to India Kenneth Juster and Indian Ambassador to the US Harsh Vardhan Shringla also present. pic.twitter.com/3CqvtHkXlk
— ANI (@ANI) September 21, 2019
નરેન્દ્ર મોદીએ જમીન પર પડેલ પાંખડી ઉપાડી લીધી તે જોઈને ત્યાં ઉપસ્થિતિ અધિકારીઓની સાથે સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાંક યુઝર્સ કહી રહ્યા છે કે, અમેરિકાની ધરતી પર પણ વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન ભૂલ્યા નથી.अमेरिका में भी स्वच्छता अभियान चला रखा है मोदी जी ने 👌👌 Great@narendramodi 🇮🇳❤️#ModiInUSA #HowdyModi pic.twitter.com/Jf3sfc1n8w
— राjeev™🇮🇳 (@RajeevTiwariIND) September 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion