Russia Ukraine : ભગવાન ગણેશ-હનુમાનને લઈ રશિયાના સૈન્ય કમાન્ડરનો ચોંકાવનારો ખુલાસો
યુક્રેનના ઘણા શહેરોના તો નામ જ ભૂંસાઈ ગયા છે. રશિયાના સૈનિકોના હાથ પર ભગવાન હનુમાનના ટેટુ જોવા મળી રહ્યાં છે. આવું કેમ તેને લઈને ખુલાસો થયો છે.
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે. આ યુદ્ધમાં રશિયાએ કંઈક મેળવ્યું છે તો કંઈક ગુમાવ્યું પણ છે. યુદ્ધનું કેન્દ્ર ગણાતા યુક્રેનને મોટું નુકસાન થયું છે. દુનિયાએ પણ ઘણું ગુમાવ્યું. 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલા યુદ્ધમાં યુક્રેન તેના ઘણા પ્રદેશો ગુમાવી બેઠો હતો. તબાહીની સ્થિતિ એવી છે કે કે મિસાઈલ કઈ બાજુથી આવશે અને ખાનાખરાબી સર્જશે તેની કોઈ ખબર જ નથી હોતી. યુક્રેનના ઘણા શહેરોના તો નામ જ ભૂંસાઈ ગયા છે. રશિયાના સૈનિકોના હાથ પર ભગવાન હનુમાનના ટેટુ જોવા મળી રહ્યાં છે. આવું કેમ તેને લઈને ખુલાસો થયો છે.
કહેવાય છે કે આ યુદ્ધમાં વેગનરે રશિયા માટે મોટી જીત મેળવી છે. જો જોવામાં આવે તો રશિયાની સત્તાવાર સેનાને લિમાન, ખાર્કિવ અને ખેરસનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રશિયાનો પ્રથમ વિજય સોલેદાર ખાતે વેગનરના સૈનિકોએ જીત્યો હતો. બખ્મુતનું યુદ્ધ જ્યાં વેગનરે મહિનાઓની લડાઈ બાદ રશિયાનો ઝંડો લહેરાવ્યો હતો. અમેરિકા અને યુરોપની નજરમાં વેગનર ગ્રુપ વાસ્તવમાં એક આતંકવાદી સંગઠન છે.
રશિયા શા માટે લડી રહ્યું છે યુદ્ધ?
રશિયા માટે યુક્રેનમાં યુદ્ધ એ ફક્ત પ્રદેશની લડાઈ નથી. તે રશિયા માટે અસ્તિત્વની લડાઈ છે. જ્યાં સુધી નાટો અને રશિયન દળો એકબીજા સાથે ટકરાશે નહીં ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. યુક્રેનને થોડા દિવસોમાં F-16 ફાઈટર જેટ મળશે, જેનો ઉપયોગ ઘણા નાટો દેશો કરી રહ્યા છે. આ પછી યુદ્ધ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. તેમ TV9ના સંવાદદાતાનું માનવું છે જે હાલ રશિયા-યુક્રેન યુદ્ધમાં કવરેજ કરી રહ્યાં છે.
રશિયન કમાન્ડરને ગૌમાતામાં શ્રદ્ધા, ખભા પર ગણેશ-હનુમાનના ટેટૂ
TV9ના પત્રકાર મનીષનું કહેવું છે કે, તેણે રશિયન મિલિટરી કમાન્ડર સાથે વાત કરી હતી. તે થોડા દિવસ ભારતમાં પણ રહ્યો હતો. કમાન્ડરે હનુમાન અને ગણેશનું ટેટૂ કરાવ્યું હતું. તેમના હાથ પર ઓમ નમઃ શિવાયના ટેટૂ પણ હતા. તે બોલીવુડની ફિલ્મો પણ જુએ છે. મિથુન ચક્રવતી ત્યાં ખૂબ પ્રખ્યાત છે. રશિયન કમાન્ડરોને પણ માતા ગાયમાં શ્રદ્ધા છે.
એક પ્રશ્નના જવાબમાં કમાન્ડરે તો ત્યાં સુધી કહ્યું હતું કે, તે માતા ગાયના ઉદાહરણથી પોતાના સૈનિકોમાં ઉત્સાહ જગાવે છે. જ્યારે ઝેલેન્સકી વિશે પૂછવામાં આવ્યું ત્યારે રશિયન સેનાપતિએ ગીતાનું ઉદાહરણ આપ્યું અનેજેમ કે ગીતામાં ખરાબ કાર્યોની સજા વિશે લખ્યું છે… તેમ ઝેલેન્સકીને પણ તેના ખરાબ કાર્યોનું ફળ મળશે. રશિયન કમાન્ડર કહે છે કે, હનુમાનજી યુદ્ધમાં તેમની રક્ષા કરે છે.
આમ ખરાખરીના યુદ્ધમાં રશિયાના સૈનિકોને ભગવાન હનુમાન, ગણેશમાં શ્રદ્ધા વધી રહી છે. તો તેઓ ગાય પ્રત્યે પણ શ્રદ્ધા ધરાવી રહ્યાં છે. જે ખરેખર આશ્ચર્યજનક બાબત છે.