Russia : પુતિન પર હુમલાને લઈ રશિયાનો ધડાકો, 24 કલાકમાં આવ્યો નવો વળાંક
રશિયાનું કહેવું છે કે, યુક્રેને અમેરિકાના ઈશારે આ હુમલો કર્યો હતો. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, યુક્રેન તેને જે કહેવામાં આવે છે તે કરે છે.
Attack on Russian President : રશિયાએ ગઈ કાલે યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાનો દાવો કર્યો હતો કે, યુક્રેને પુતિનની હત્યા માટે ક્રેમલિન પર ડ્રોન હુમલા કર્યા હતા. હવે આ ઘટનાના એક દિવસ બાદ નવો વળાંક આવ્યો છે. રશિયાએ આ હુમલાનું માસ્ટરમાઈન્ડ અમેરિકાને ગવાવ્યું છે સાથે આ હુમલાનું પ્લાનિંગ ક્યાં કરવામાં આવ્યું હતું તેને લઈને પણ દાવો કર્યો છે.
રશિયાનું કહેવું છે કે, યુક્રેને અમેરિકાના ઈશારે આ હુમલો કર્યો હતો. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, યુક્રેન તેને જે કહેવામાં આવે છે તે કરે છે. આવા હુમલાના નિર્ણયો કિવમાં નહીં પરંતુ વોશિંગ્ટનમાં લેવામાં આવે છે.
રશિયાએ બેફામપણે કહ્યું છે કે, ક્રેમલિન પર ડ્રોન હુમલાનો માસ્ટરમાઇન્ડ અમેરિકા છે. આ હુમલાનું સમગ્ર આયોજન વોશિંગ્ટનમાં કરવામાં આવ્યું હતું, જેને યુક્રેન દ્વારા આંધળી રીતે અંજામ આપવામાં આવ્યો હતો. પેસ્કોવે કહ્યું હતું કે, કિવ તેને જે કહેવામાં આવે છે તે કરે છે. પરંતુ અમેરિકાએ સારી રીતે જાણવું જોઈએ કે આપણે તેના ઈરાદાથી વાકેફ છીએ.
પુતિન હુમલાથી ડરતા નથી
પેસ્કોવે કહ્યું હતું કે, પુતિન આ હુમલાથી બિલકુલ ડરતા નથી. તે હંમેશની જેમ ગુરુવારે ક્રેમલિનમાં તેની ઓફિસમાં કામ કરી રહ્યાં છે. પરંતુ આવા હુમલાઓને જોતા હવે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, 9 મેના રોજ યોજાનારી વિજય દિવસ પરેડની તૈયારીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધુ કડક કરવામાં આવશે.
જાહેર છે કે, આ પહેલા રશિયાએ પણ યુક્રેન પર ડ્રોન હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, યુક્રેન તેના ઓઈલ યુનિટને નિશાન બનાવીને અનેકવાર હુમલા કરે છે. હવે રશિયાએ પણ યુક્રેન પર ડ્રોન હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, યુક્રેન તેના ઓઈલ યુનિટને નિશાન બનાવીને અનેકવાર હુમલા કરે છે. હવે રશિયાએ યુક્રેન પર પુતિનને મારવા માટે ક્રેમલિન પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે યુક્રેને આ આરોપોને નકારી કાઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ક્રેમલિન પર થયેલા આ હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ ભવનના પ્રેસ સેક્રેટરીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, જ્યારે પણ અને જ્યાં પણ રશિયાને હુમલો કરવાની તક મળશે, તે સ્કોર સેટ કરશે. રશિયાનું કહેવું છે કે, તે આતંકવાદનું સુનિયોજિત કાવતરું હતું, જેનો હેતુ પુતિનની હત્યા કરવાનો હતો.