શોધખોળ કરો

સાઉદી અરેબિયામાં હુથી હુમલો: ભારતીયો માટે એલર્ટ જારી, હેલ્પલાઇન નંબર જાહેર

સાઉદી સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલી ચેતવણીઓ અને સૂચનાઓનું કડક પાલન કરવા ભારતીય દૂતાવાસની અપીલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાઉદી અરબમાં હુથી હુમલા બાદ ભારતીય દૂતાવાસે સલાહ આપી.
  • ભારતીયોને સાઉદી સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું.
  • કટોકટીમાં શાંત રહી સુરક્ષિત સ્થળે આશ્રય લેવા સૂચના.

Saudi Arabia Houthi attack: સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાઓને પગલે, ભારતે તેના નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. મંગળવારે (27 ઓક્ટોબર) રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે તેના સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને ભારતીય સમુદાયને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. દૂતાવાસે સાઉદી સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓ પર પૂરતું ધ્યાન આપવા અને તેનું ચુસ્તપણે પાલન કરવા ભારપૂર્વક વિનંતી કરી છે.

આ એડવાઈઝરીના ભાગરૂપે, ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયાના જનરલ ડિરેક્ટોરેટ ઓફ સિવિલ ડિફેન્સ (સાઉદી DCD) દ્વારા શેર કરવામાં આવેલી એક ચેતવણી પોસ્ટ પણ રિ-પોસ્ટ કરી છે.

સાઉદી સિવિલ ડિફેન્સની કટોકટી માટેની માર્ગદર્શિકા

    • સાઉદી સિવિલ ડિફેન્સે નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ દ્વારા હારિક ગવર્નરેટમાં ચેતવણી જારી કરી છે. જો કોઈપણ વ્યક્તિને આ પ્લેટફોર્મ પરથી કટોકટીનો એલર્ટ મળે, તો નીચે મુજબના નિયમો અને સૂચનાઓનું પાલન કરવું હિતાવહ છે:
    • કટોકટીની ચેતવણી મળે ત્યારે સર્વપ્રથમ શાંતિ જાળવો અને સત્તાવાર સૂચનાઓને અનુસરો.
    • તાત્કાલિક ધોરણે સલામત સ્થળે આશરો લો. જો શક્ય હોય તો ઇમારતની અંદર અથવા બારીઓથી દૂર કોઈ આંતરિક ઓરડામાં જતા રહો. જ્યાં સુધી ભય સંપૂર્ણપણે ટળી ન જાય ત્યાં સુધી તે જ સ્થળે રહો.
    • જોખમ દૂર ન થાય ત્યાં સુધી તમારું ઘર કે ઇમારત છોડીને બહાર ન નીકળો.
    • ખુલ્લી જગ્યાઓ, બારીઓ અને કાચવાળા વિસ્તારોથી દૂર રહો. બાલ્કની અથવા છત પર જવાનું સખતપણે ટાળો.
    • જો તમે ચેતવણી સમયે ઘરની બહાર હોવ, તો ઝડપથી નજીકની કોઈ મજબૂત ઇમારતની અંદર આશ્રય લો અથવા કોઈ નક્કર અવરોધ પાછળ સંતાઈ જાઓ.
    • ભીડવાળા અથવા સંભવિત ખતરનાક વિસ્તારોથી દૂર રહો અને આવી પરિસ્થિતિમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવાથી બચો.
  • જો તમે વાહન ચલાવી રહ્યા હોવ અને એલર્ટ મળે, તો તરત જ વાહન રસ્તાની બાજુમાં સુરક્ષિત રીતે થોભાવી દો. પુલ અને ઊંચી ઇમારતોની આસપાસ વાહન ન રોકો.
  • જો તમને કોઈ ભયજનક પરિસ્થિતિ જણાય, તો તાત્કાલિક સહાય માટે મક્કા, મદીના, રિયાધ અને પૂર્વીય પ્રાંતમાં 911 પર અને દેશના અન્ય ભાગોમાં 998 પર સંપર્ક કરો.
  • સાઉદી અધિકારીઓ દ્વારા સત્તાવાર માધ્યમો મારફતે અપાતી માર્ગદર્શિકાનું જ પાલન કરો. અફવાઓથી દૂર રહો.

Frequently Asked Questions

સાઉદી અરેબિયામાં ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી શા માટે જારી કરવામાં આવી છે?

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં હુથી બળવાખોરો દ્વારા થયેલા હુમલાઓને કારણે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે આ એડવાઈઝરી જારી કરાઈ છે. ભારતીય દૂતાવાસે સમુદાયને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.

એડવાઈઝરી મુજબ ભારતીય નાગરિકોએ શું કરવું જોઈએ?

ભારતીય નાગરિકોએ સાઉદી સત્તાવાળાઓની તમામ સૂચનાઓનું પાલન કરવું અને સાવચેત રહેવું જોઈએ. કટોકટીમાં શાંતિ જાળવી સલામત સ્થળે આશરો લેવો.

કટોકટીની ચેતવણી મળે ત્યારે ઘરમાં હોય તો શું પગલાં લેવા?

તાત્કાલિક ધોરણે સલામત સ્થળે આશરો લો, જેમ કે ઇમારતની અંદર અથવા બારીઓથી દૂરના આંતરિક ઓરડામાં. ભય સંપૂર્ણપણે ટળી ન જાય ત્યાં સુધી બહાર ન નીકળો અને ખુલ્લી જગ્યાઓ, બારીઓથી દૂર રહો.

કટોકટીની પરિસ્થિતિમાં સહાય માટે કયા નંબર પર સંપર્ક કરવો?

મક્કા, મદીના, રિયાધ અને પૂર્વીય પ્રાંતમાં 911 પર અને દેશના અન્ય ભાગોમાં 998 પર તાત્કાલિક સહાય માટે સંપર્ક કરી શકાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget