શોધખોળ કરો

જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા 

જાપાનમાં શુક્રવારે 6.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, તેનું કેન્દ્ર ઉત્તર જાપાન સમુદ્રમાં 50 કિલોમીટરની ઊંડાઈએ હતું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જાપાનમાં 6.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, કેન્દ્ર ઉત્તર જાપાન સમુદ્રમાં.
  • ઘણા શહેરોમાં આંચકા અનુભવાયા, લોકો ગભરાઈને ઘરની બહાર દોડ્યા.
  • ટ્રેન સેવાઓ અસ્થાયી રીતે બંધ, સુનામીનું કોઈ એલર્ટ નથી.
  • કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી.

Strong earthquake strikes japan: જાપાનમાં શુક્રવારે 6.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, તેનું કેન્દ્ર ઉત્તર જાપાન સમુદ્રમાં 50 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતાની સાથે જ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. અકસ્માતોને રોકવા માટે ઘણા વિસ્તારોમાં ટ્રેન સેવાઓ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. સુનામીનું કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી અને કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ભૂકંપને લઈ ચેતવણી 

ટોક્યોની ઉત્તરે જાપાનના મિયાગી પ્રદેશના દરિયાકાંઠે 6.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સરકારે પાંચ પ્રાન્તોના લોકો માટે ઈમરજન્સની ચેતવણી જારી કરી હતી. જાપાની અધિકારીઓએ શુક્રવારે આવેલા ભૂકંપને 1-7 ની તીવ્રતાના સ્કેલ પર 5 તરીકે વર્ગીકૃત કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે તાત્કાલિક સુનામીનો કોઈ ખતરો નથી. સંચાલક જેઆર ઈસ્ટના જણાવ્યા અનુસાર, ભૂકંપ બાદ ટોક્યો અને શિન-આઓમોરી સ્ટેશનો વચ્ચે હાઇ-સ્પીડ રેલ્વે સેવા સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ જાપાન ટાઈમ્સ અનુસાર, ઇજાઓ કે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી.

આ પણ વાંચો- ટ્રમ્પનો ચીન પ્રવાસ અને શી જિનપિંગ સાથેની મુલાકાત પર આવ્યું રશિયાનું નિવેદન, જાણો શું કહ્યું

અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) એ ભૂકંપની તીવ્રતા 6.6 થી સુધારીને 6.7 કરી. જાપાન ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે મિયાગી પ્રાંતના ટોમે, ઓસાકી અને ઇશિનોમાકી શહેરોમાં પણ ભૂકંપની તીવ્રતા જાપાની સ્કેલ પર 5 થી ઓછી નોંધાઈ હતી. નવી વેબસાઇટે એ પણ અહેવાલ આપ્યો છે કે મિયાગી અને ઇવાતે પ્રાંતના કેટલાક વિસ્તારોમાં પણ જાપાની સ્કેલ પર 4 ની તીવ્રતા નોંધાઈ હતી.  

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો
  
ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
કાંચની બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે તમારુ માથુ ઢાંકી લો.
આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
લિફ્ટનો ઉપયોગ કરતા બચો.
લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
નબળા સ્ટેર્સનો ઉપયોગ ન કરો.
સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સ્ટેર્સ મજબૂત નથી હોતી.
ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.        

Frequently Asked Questions

જાપાનમાં કેટલા તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો?

જાપાનમાં શુક્રવારે 6.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ઉત્તર જાપાન સમુદ્રમાં 50 કિલોમીટરની ઊંડાઈએ હતું.

શું ભૂકંપને કારણે કોઈ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી?

ના, જાપાની અધિકારીઓએ કહ્યું હતું કે તાત્કાલિક સુનામીનો કોઈ ખતરો નથી. સુનામીનું કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.

ભૂકંપ બાદ ટ્રેન સેવાઓ પર શું અસર થઈ?

અકસ્માતોને રોકવા માટે ઘણા વિસ્તારોમાં ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. ખાસ કરીને ટોક્યો અને શિન-આઓમોરી સ્ટેશનો વચ્ચે હાઇ-સ્પીડ રેલ્વે સેવા સ્થગિત કરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

અમેરિકા મધ્યસત્ર ચૂંટણી, ટ્રમ્પ સરકાર અને સંસદ પર પડશે અસર ? સમજો કેમ છે ખાસ
અમેરિકા મધ્યસત્ર ચૂંટણી, ટ્રમ્પ સરકાર અને સંસદ પર પડશે અસર ? સમજો કેમ છે ખાસ
Explained: શું ફરી થશે ચૂંટણી કે પછી નેતન્યાહૂ વિરોધીઓ સાથે મિલાવશે હાથ ? કિંગમેકરથી 'અછૂત' થયા આરબ પક્ષો
Explained: શું ફરી થશે ચૂંટણી કે પછી નેતન્યાહૂ વિરોધીઓ સાથે મિલાવશે હાથ ? કિંગમેકરથી 'અછૂત' થયા આરબ પક્ષો
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Embed widget