તાલિબાને પાકિસ્તાનની ટેન્ક જપ્ત કરીને પાક.સેનાના જવાનોને રોડ પર દોડાવ્યા, જુઓ વીડિયો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ રહ્યા છે, પરંતુ બુધવાર (ઑક્ટોબર 15, 2025) ના રોજ સરહદ પર ભીષણ લડાઈ શરૂ થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

Taliban captures Pakistani tank: બુધવારે (ઑક્ટોબર 15, 2025) પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર, ખાસ કરીને દક્ષિણ અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક જિલ્લામાં, ભીષણ અથડામણ શરૂ થઈ હતી. પાકિસ્તાની સેના (અસીમ મુનીરની સેના) એ દાવો કર્યો હતો કે તેના સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 15-20 તાલિબાન લડવૈયાઓને ઠાર માર્યા છે અને તાલિબાનના તાલીમ કેન્દ્રનો નાશ કર્યો છે. જોકે, અફઘાનિસ્તાને વળતો દાવો કર્યો કે તાલિબાને અનેક પાકિસ્તાની ચોકીઓ, શસ્ત્રો અને ટેન્ક કબજે કર્યા છે. અફઘાન સરકારે આના સમર્થનમાં એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તાલિબાન લડવૈયાઓ કબજે કરેલી ટેન્ક શેરીઓમાં ચલાવતા દેખાય છે. મંગળવારે (ઑક્ટોબર 14, 2025) ઉત્તરપશ્ચિમ સરહદ પર અફઘાન સૈનિકો દ્વારા કરાયેલા ઉશ્કેરણીજનક ગોળીબાર બાદ આ યુદ્ધ વધુ વકર્યું હતું.
સ્પિન બોલ્ડક સરહદ પર ભીષણ લડાઈ: બંને પક્ષો દ્વારા જાનહાનિના દાવા
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ રહ્યા છે, પરંતુ બુધવાર (ઑક્ટોબર 15, 2025) ના રોજ સરહદ પર ભીષણ લડાઈ શરૂ થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ અથડામણ ખાસ કરીને દક્ષિણ અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક જિલ્લામાં રાતભર ચાલુ રહી હતી. તાલિબાનના આક્રમક હુમલાઓથી પાકિસ્તાની સેના હતાશ થઈ, જેના જવાબમાં પાકિસ્તાને સ્પિન બોલ્ડક વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો.
બંને દેશોએ આ યુદ્ધમાં જાનહાનિ પહોંચાડવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાના અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ સ્પિન બોલ્ડક વિસ્તારમાં ઓછામાં ઓછા 15-20 તાલિબાન લડવૈયાઓને મારી નાખ્યા છે. સમાચાર એજન્સી AFP ના અહેવાલ મુજબ, દક્ષિણ અફઘાનિસ્તાનના સ્થાનિક પ્રવક્તા અલી મોહમ્મદ હકમાલે આ જાનહાનિની પુષ્ટિ કરી હતી. દરમિયાન, સ્પિન બોલ્ડક જિલ્લા હોસ્પિટલના અધિકારી અબ્દુલ જાન બરાકે ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપી હતી.
جوابی کارروائی میں متعدد پاکستانی جارح فوجی ہلاک ہوئے، ان کی چوکیاں اور مراکز قبضے میں لیے گئے، اسلحہ اور ٹینک افغان فورسز کے ہاتھ لگے، اور ان کے زیادہ تر فوجی تنصیبات تباہ کر دی گئیں۔
— Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) October 15, 2025
تاہم مجاہدین بلند حوصلے کے ساتھ اپنے وطن، حریم اور عوام کے دفاع کے لیے تیار ہیں۔ pic.twitter.com/YNSqPoSwGG
તાલિબાનનો મોટો દાવો: પાકિસ્તાની ટેન્ક જપ્ત અને ચોકીઓનો વિનાશ
આ અથડામણની શરૂઆત મંગળવારે (ઑક્ટોબર 14, 2025) પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ઉત્તરપશ્ચિમ સરહદી વિસ્તારમાં થઈ હતી, જ્યારે પાકિસ્તાની રાજ્ય મીડિયાએ અફઘાન સૈનિકો પર કોઈ પણ ઉશ્કેરણી વિના ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જીઓ ટીવી અને સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાને અફઘાન ટેન્ક અને લશ્કરી ચોકીઓને નુકસાન પહોંચાડીને આ હુમલાનો જવાબ આપ્યો હતો.
⚡ BREAKING: Afghan Taliban forces have seized a tank from Pakistan army and taken it to Afghanistan. pic.twitter.com/8KGSrHohjE
— OSINT Updates (@OsintUpdates) October 15, 2025
જોકે, અફઘાનિસ્તાન તરફથી કરવામાં આવેલો દાવો વધુ સનસનાટીભર્યો છે. અફઘાનિસ્તાને પાકિસ્તાની સેનાને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો અને કહ્યું કે તાલિબાન લડવૈયાઓએ ઘણી પાકિસ્તાની ચોકીઓ, શસ્ત્રો અને ટેન્ક કબજે કર્યા છે, અને તેમના મોટાભાગના લશ્કરી સ્થાપનોનો નાશ કર્યો છે. અફઘાન સરકારે પોતાના સત્તાવાર X (Twitter) એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તાલિબાન લડવૈયાઓ કબજે કરેલી ટેન્ક શેરીઓમાં ચલાવતા સ્પષ્ટપણે દેખાય છે. TOI ના અહેવાલ મુજબ, પાકિસ્તાની સેનાએ કુર્રમ સેક્ટરમાં એક તાલિબાન ચોકી અને એક ટેન્કને નિશાન બનાવ્યું હતું અને પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક તાલિબાન તાલીમ કેન્દ્રનો પણ નાશ કરવામાં આવ્યો છે, અને હાલમાં પાકિસ્તાની સેના સરહદ પર હાઈ એલર્ટ પર છે.





















