શોધખોળ કરો

કોરોનાનો નવો સ્ટ્રેન માત્ર UKમાં જ નહીં, આ દેશોમાં પણ ફેલાઇ ચુક્યો છે, અનેક દેશોમાં ડર

ડેઇલી મેલના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનની સાથે સાથે ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ ચુકી છે.

લંડનઃ  બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ ફેલાયો છે. બ્રિટન સરકારે વાયરસનો નવો સ્ટ્રેન નિયત્રણ બહાર હોવાની ચેતવણી આપી છે. આ સાથે જ બ્રિટનમાં ક્રિસમસ બબલ કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે. જ્યારે યુરોપિયન યુનિયનના અનેક દેશોએ બ્રિટેનથી આવતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કેટલા દેશોમાં ફેલાયો? કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઓછામાં ઓછા 5 દેશમાં ફેલાઇ ચુક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેઇલી મેલના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનની સાથે સાથે ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. બ્રિટનનો એક પ્રવાસી રોમ પહોંચ્યો હતો, જેના કારણે ઇટાલીમાં નવો કોરોના વાયરસ મળ્યો હતો. ફ્રાંસમાં પણ નવા વાયરસને લઇ ચેતવણી આપવામાં આવી છે. બ્રિટનમાં કોવિડ-19 મામલા કેમ વધ્યા? મ્યુટેશનના કારણે તૈયાર થયેલો આ નવો કોરોના વાયરસ પહેલા કરતા વધારે સંક્રમક ગણાવવામા આવી રહ્યો છે અને બ્રિટનમાં મામલા વધવા પાછળ તે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે નવો કોરોના વાયરસ 70 ટકા સુધી વધારે સંક્રમક છે. નવેમ્બર મહિનામા ડેનમાર્કમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 9 અને ઓસ્ટ્રેલિયામાં 1 મામલા મળ્યા હતા. નેધરલેન્ડમાં ચાલુ મહિને નવા સ્ટ્રેનનો એક મામલો સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, લંડનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. લંડન અને સાઉથ ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડના 60 ટકા મામલા નવા સ્ટ્રેનના જણાવામાં આવી રહ્યા છે. આ કારણે બ્રિટનમાં કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget