શોધખોળ કરો

APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન

ચીનના દક્ષિણ ટેક હબ શેનઝેનમાં એશિયા-પેસિફિક આર્થિક સહયોગ સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન, જિનપિંગ એકબીજાને ઉષ્માભેર મળતા જોવા મળ્યાં હતા .

ચીનના દક્ષિણ ભાગમાં આવેલા ટેક હબ શેનઝેનમાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.

ચીનના શેનઝેનમાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) દેશોના નેતાઓ એકત્ર થયા છે. સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર ટકેલી છે. ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ જિનપિંગ સાથે ઉષ્માભેર મુલાકાત કરી હતી. આ દરમિયાન ત્રણેય નેતાઓનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. અમેરિકા અને રશિયા સહિત 21 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. જિનપિંગ સાથે મુલાકાત કર્યા બાદ ત્રણેય નેતાઓ સહિત અન્ય દેશોના વડાઓએ સંમેલનમાં સામૂહિક તસવીર પણ પડાવી હતી.

ટ્રમ્પ અને પુતિન જિનપિંગને ઉષ્માભેર મળ્યા

શી જિનપિંગની ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતના વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં જિનપિંગ બંને નેતાઓ સાથે હાથ મિલાવતા અને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ત્રણેય નેતાઓનો અંદાજ અલગ જોવા મળ્યો હતો.

વેપાર કરારો અંગે થઈ રહી છે ચર્ચા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે,"અમે આ સુંદર ટેબલ પર બેઠેલા કેટલાક લોકો સાથે અનેક વેપાર કરારો અંગે વાતચીત કરી રહ્યા છીએ. અમારી પાસે આવા ઘણા વેપાર કરારો છે, જેના પર ટૂંક સમયમાં મોટા દેશો સાથે હસ્તાક્ષર કરવામાં આવશે.

અમેરિકાને એ વાતનો પણ ગર્વ છે કે તે 'સુપર ઇન્ટેલિજન્સ' (SI) ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિ પછીનો આ સૌથી મોટો ટેક્નોલોજીકલ બદલાવ છે.

અમેરિકનોએ જ SIની શોધ કરી છે અને આ ટેક્નોલોજી સમગ્ર વિશ્વના લોકો માટે અભૂતપૂર્વ સમૃદ્ધિ અને વિકાસ લાવી રહી છે. તેથી અમે એવું કંઈપણ કરવા માગતા નથી, જે આ ટેક્નોલોજીની અપાર સંભાવનાઓને નુકસાન પહોંચાડે.

આ સુપર ઇન્ટેલિજન્સ છે, પરંતુ આપણે તેના પર નજર રાખવી પડશે. આપણે સાવચેત રહેવું પડશે અને તેનું સંરક્ષણ કરવું પડશે. આ ટેક્નોલોજી લગભગ સંપૂર્ણપણે સારી છે, પરંતુ તેમાં કેટલીક ખામીઓ અથવા નકારાત્મક પાસાં પણ હોઈ શકે છે. તેથી આવા પાસાંઓને સંભાળવામાં આપણે ખૂબ જ સાવધાની રાખવી પડશે.અમે કોઈપણ પ્રકારના વૈશ્વિક નિયમન અથવા એવા કોઈપણ પ્રયાસનો વિરોધ કરીએ છીએ, જે સુપર ઇન્ટેલિજન્સને નિયંત્રિત કરે અથવા તેની પ્રગતિને અટકાવે. અમે આવું ક્યારેય થવા દઈશું નહીં."

Advertisement

ટોપ સ્ટોરી

APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
APEC summit: ચીન પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એરપોર્ટ પર જિનપિંગે કર્યું સ્વાગત
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Advertisement

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન
APEC Summit: વિશ્વની ત્રણ મહાસત્તા એક જ મંચ પર, શી જિનપિંગને ઉષ્માભેર મળ્યાં ટ્રમ્પ અને પુતિન
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Embed widget